<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

જીનટેક કોન્‍ક્‍લેવ ૨૦૨૬ દ્વારા ગુજરાતના ટેકનોલોજી-આધારિત સ્‍ટાર્ટઅપ ઇકોસિસ્‍ટમને નવી દિશા અને વેગ મળશેઃ અર્જુનભાઈ મોઢવાડિયા

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીના હસ્‍તે ટેકનોલોજી-આધારિત સ્‍ટાર્ટ-અપ્‍સ માટે ગ્રોથ ફંડનું લોન્‍ચિંગ : સાવલી ટેક્રોલોજી એન્‍ડ બિઝનેસ ઇન્‍કયુબેટર દ્વારા‘‘ગુજરાત ઇનોવેશન એન્‍ડ ટેકનોપ્રે્‌યોરશિપ જીનટેક કોન્‍ક્‍લેવ ૨૦૨૬''નું ગાંધીનગર ખાતે આયોજનઃ વડાપ્રધાનના ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત-૨૦૪૭'ના વિઝનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત યોગદાન આપવાનો ઉદ્દેશ

અમદાવાદ તા.પ, ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા આજે ‘ગ્રોથ ફંડ' લોન્‍ચ કરવામાં આવ્‍યું છે. આ પહેલનો ઉદ્દેશ સ્‍ટાર્ટઅપ ઇનોવેશનના વ્‍યાપારીકરણને વેગ આપવાનો અને વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત-૨૦૪૭'ના વિઝનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત યોગદાન આપવાનો છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્‍યક્ષતામાં  સાવલી ટેકનોલોજી એન્‍ડ બિઝનેસ ઇન્‍કયુબેટર દ્વારા‘ગુજરાત ઇનોવેશન એન્‍ડ ટેકનોપ્રે્‌યોરશિપ (GInTech) કોન્‍ક્‍લેવ ૨૦૨૬'નું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્‍તે ગ્રોથ ફંડનું લોન્‍ચિંગ કરવામાં આવ્‍યું. જેના માટે રાજ્‍ય સરકાર દ્વારા રૂ. ૧૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં TRL-4 સુધીના પ્રારંભિક તબક્કાના સ્‍ટાર્ટ-અપ્‍સને પૂર્ફ-ઓફ-કોન્‍સેપ્‍ટ, ટેકનોલોજી વેલિડેશન, વિવિધ ટ્રાયલ્‍સ અને સંબંધિત વિકાસલક્ષી પ્રવળત્તિઓ માટે રૂ. ૩૦ લાખ સુધીની ગ્રાન્‍ટ સહાય પ્રાપ્ત કરવા પાત્રતા રહેશે. તે જ રીતે, TRL-5 અને તેનાથી આગળના અદ્યતન તબક્કાના સ્‍ટાર્ટ-અપ્‍સને પાઇલટ મેન્‍યુફેક્‍ચરિંગ, ટેકનોલોજી ડેમોન્‍સ્‍ટ્રેશન, પિવોટિંગ તથા બજારમુખી વિકાસ સંબંધિત જરૂરિયાતો માટે પ્રતિ સ્‍ટાર્ટ-અપ રૂ. ૨ કરોડ સુધીની ઇક્‍વિટી-લિંક્‍ડ કન્‍વર્ટિબલ ફંડિંગ સહાય મેળવવાની પાત્રતા રહેશે.

મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયા જણાવ્‍યું હતું કે આજે દેશભરમાં આશરે ૨,૬૦,૦૦૦ જેટલા સ્‍ટાર્ટઅપ્‍સ રજિસ્‍ટર્ડ થયા છે, જેમાંથી એકલા ગુજરાતમાં જ ૧૮,૦૦૦ થી ૨૦,૦૦૦ જેટલા સ્‍ટાર્ટઅપ્‍સ સક્રિય છે. આ સાબિત કરે છે કે ગુજરાત આજે દેશના સ્‍ટાર્ટઅપ ઇકોસિસ્‍ટમમાં અગ્રેસર સ્‍થાન ધરાવે છે. વડાપ્રધાનશ્રીના ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્‍ટ્ર બનાવવાના સ્‍વપ્નને સાકાર કરવા માટે આ સ્‍ટાર્ટઅપ ઇકોસિસ્‍ટમ અત્‍યંત મહત્‍વપૂર્ણ છે.

આ કોન્‍ક્‍લેવમાં ગુજરાતના ૬ ઝોનમાં STBI ના ૮ પ્રાદેશિક ઇનોવેશન સેલ્‍સની જાહેરાત કરવામાં આવી હતી. કોહોર્ટ આધારિત એક્‍સિલરેશન પ્‍લેટફોર્મ, આત્‍મનિર્ભર ગુજરાત ફેલો, શેડો ઇન્‍ટર્નને પ્રોત્‍સાહન અને રાષ્‍ટ્રીય સ્‍તરે પ્રખ્‍યાત એક્‍સિલરેટર એજન્‍સીઓ સાથે પ્‍ંશ્‍ કરવામાં આવ્‍યા હતા.

કોન્‍ક્‍લેવમાં STBIના ડાયરેક્‍ટર ડો. આનંદ ભાડળકર તેમજ સ્‍ટાર્ટઅપ ઇકોસિસ્‍ટમ, ઉદ્યોગ જગત, રોકાણકારો, ઇન્‍કયુબેટર/એક્‍સિલરેટર તથા વિવિધ સંસ્‍થાઓના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:28 PM IST)