<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

RAMP યોજના હેઠળ ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા એકમોનું જિયો-ટેગિંગ કરાશે : કામગીરી માટે GIPLની નિમણૂંક : MSME કમિશનરેટ દ્વારા સહકાર આપવા અપીલ

ગુજરાતના મેન્યુફેકચરિંગ MSME એકમોનું થશે GIS આધારિત મેપિંગ : PM ગતિ શકિત પોર્ટલ સાથે સંકલનથી સુદ્રઢ ડેટાબેઝ તૈયાર કરાશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર :  કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની 'રૅઇઝિંગ એન્ડ એકસેલરેટિંગ એમએસએમઈ પરફોર્મન્સ' (RAMP) યોજના અંતર્ગત ગુજરાત સરકારના MSME કમિશનરેટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં આવેલા મેન્યુફેકચરિંગ MSME એકમોનું 'PM ગતિ શકિત પોર્ટલ સાથે મેપિંગ' કરવાનો પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે.

GIPL પ્રતિનિધિઓ કરશે જિયો-ટેગિંગ અને માહિતીનું એકત્રીકરણ : આ પ્રોજેકટ હેઠળ 'ઉદ્યોગ પોર્ટલ' પર નોંધાયેલા તમામ મેન્યુફેકચરિંગ MSME એકમોનું GIS આધારિત જિયો-ટેગિંગ અને મેપિંગ કરવામાં આવશે. આ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા માટે ગુજરાત ઈન્ફો પેટ્રો લિમિટેડ (GIPL) ને જવાબદારી સોંપાઈ છે. પ્રોજેકટના ભાગરૂપે GIPLના અધિકૃત પ્રતિનિધિઓ રૂબરૂ MSME એકમોની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન એકમોનું જિયો-ટેગિંગ કરવા ઉપરાંત જરૂરી માહિતીનું એકત્રીકરણ અને ચકાસણી હાથ ધરાશે.

નીતિ ઘડતર અને યોજનાઓના અમલીકરણમાં મળશે મદદ : ઞ્ત્લ્ આધારિત આ મેપિંગથી રાજ્યના પ્લ્પ્ચ્ એકમો અંગેનો સંકલિત અને સુવ્યવસ્થિત ડેટાબેઝ તૈયાર થશે. આ ડેટાના આધારે રાજ્યમાં માળખાકીય સુવિધાઓના સુદૃઢ આયોજન, ભવિષ્યના નીતિ ઘડતર અને સરકારી યોજનાઓના વધુ અસરકારક અમલીકરણમાં મદદ મળશે. આ ઉપરાંત, તમામ ડેટા ભ્પ્ ગતિ શકિત પોર્ટલ સાથે સંકલિત થવાથી ડેટા આધારિત નિર્ણય પ્રક્રિયા વધુ મજબૂત બનશે. ઞ્ત્લ્ મેપિંગ દ્વારા એકમોના ચોક્કસ સ્થાન અને સંબંધિત વિગતો સરળતાથી ઉપલબ્ધ થતાં પ્લ્પ્ચ્ ક્ષેત્રને જરૂરિયાત મુજબની સહાય અને સુવિધાઓ ઝડપથી પહોંચાડી શકાશે. પ્લ્પ્ચ્ કમિશનરની કચેરીની અપીલ : રાજ્યના પ્લ્પ્ચ્ ક્ષેત્રના વિકાસ માટે આ પ્રોજેકટ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. પ્રોજેકટના સફળ અમલીકરણ માટે રાજ્યના તમામ સંબંધિત પ્લ્પ્ચ્ એકમો, ઉદ્યોગકારો અને વિવિધ ઉદ્યોગ સંગઠનોને ઞ્ત્ભ્ન્ તથા તેના અધિકૃત પ્રતિનિધિઓને જરૂરી તમામ માહિતી પૂરી પાડી સંપૂર્ણ સહકાર આપવા પ્લ્પ્ચ્ કમિશનરની કચેરીની સત્તાવાર યાદીમાં વિનંતી કરવામાં આવી છે.

(3:38 PM IST)