તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢી નાખ્યું
આણંદના ગણાસર ગામની ઘટનાઃ 7 મહિનાના પ્રેમ સંબંધ માટે પત્નીએ 10 વર્ષના લગ્ન જીવનની કરી હત્યા

અમદાવાદ: જિલ્લામાં પતિ, પત્ની ઔર વો જેવી ઘટના સામે આવી છે, 10 વર્ષનું લગ્ન જીવન, ત્રણ બાળકો અને બાદમાં 7 મહિનાનું પ્રેમ પ્રકરણ, પ્રેમી સાથેના સંબંધમાં નડતરરૂપ બની ગયેલા પતિનું પત્નીએ પ્રેમી સાથે મળી કાસળ કાઢી નાખ્યું, અને બાદમાં બંને ફરાર થઈ ગઈ, જોકે કાયદાએ કાયદાનું કામ કર્યું અને મહિલા અને તેના પ્રેમીને દબોચી લીધા.
અમદાવાદ ગ્રામ્યના સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગણાસર ગામમાં ઇન્દિરા આવાસ ખાતે 10 મી એપ્રિલ 2026 ના રોજ સંજય ઠાકોર નામના 30 વર્ષના યુવકની ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી, સંજયની બહેન સાસરીમાંથી ઘરે આવી જોતા ઘરનો દરવાજો બહારથી બંધ હતો અને દરવાજો ખોલતા જ અંદર ખાટલા પર તેના ભાઈ સંજયનો મૃતદેહ જોવા મળ્યો, સાણંદ પોલીસને જાણ થયા મૃતદેહનું પીએમ કરાવ્યું જેમાં ગળું દબાવવાથી ગૂંગળામણ થતા તેનું મોત થયું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું, જેથી આ મામલે સંજયના પિતા અજમલજી ઠાકોરે સંજયની પત્ની અને પ્રેમી સામે શંકા વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી. સાણંદ પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી અને ચોટીલા પાસેથી બંનેને પકડી પાડ્યા.
મૃતક સંજયની પત્ની પાયલ ઠાકોર અને તેના પ્રેમી રાહુલ ઠાકોર ની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે છેલ્લા સાત મહિનાથી પાયલને રાહુલ ઠાકોર સાથે પ્રેમ સંબંધ હતો, જે બાબતને લઈને અવારનવાર પાયલ નો પતિ સંજય તેની સાથે ઝઘડા કરતો હતો અને હત્યાની ઘટના બની ત્યારે પતિ પત્ની ઝઘડો કરતા હતા અને રાહુલ ઝઘડાનો અવાજ સાંભળી ઘરમાં આવી ગયો હતો, જોકે સંજય તેને ત્યાંથી નીકળી જવાનું કહેતા તે જતો રહ્યો હતો પરંતુ પાયલે તેને ફોન કરી પતિ વધારે ઝઘડો કરે છે કહીને ઘરમાં બોલાવ્યો હતો, જે બાદ રાહુલ ઠાકોર પાયલના ઘરમાં પહોંચ્યો હતો અને પાયલે ટુવાલથી સંજયના ગળા પર ટૂંપો આપ્યો આપી અને બાદમાં ઓશીકાથી મોં દબાવી રાખ્યું અને રાહુલે સંજયના બંને હાથ પકડી રાખી બંને જણાએ હત્યાને અંજામ આપ્યો હતો.
પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું કે પાયલ અને સંજય બંનેના દસ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગ્નજીવનમાં તેઓને ત્રણ બાળકો હતા, જેમાંથી બે બાળકો સંજય ના પિતા સાથે રહેતા હતા અને એક બાળક પાયલ જોડે હતું, પતિની હત્યા કર્યા બાદ પાયલ તેના પ્રેમી સાથે એક બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી, તેવામાં સાણંદ પોલીસે હવે આરોપીઓની ધરપકડ કરી તેઓની સામેના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
