<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

GETCO ના ૬૦૦૦ એપ્રેન્‍ટિસ ઉમેદવારોનું ૧૬ સપ્‍ટેમ્‍બરે વડોદરા ખાતે ભૂખ હડતાલનું એલાન

૫૦૦૦ ઉમેદવાર પાસ થયા છતાં નોકરી ન મળતા રોષ, સબ-સ્‍ટેશનના આઉટસોસિર્ંગનો વિરોધ, કોકરોચ જનતા પાર્ટીનો ટેકો માંગ્‍યો

ટંકારા, તા.૧૪,  આગામી તારીખ ૧૬/૦૯/૨૦૨૬ ના રોજ જેટકો (GETCO) કંપનીના એપ્રેન્‍ટીસ અને પરીક્ષા આપેલ આશરે ૬,૦૦૦ જેટલા ઉમેદવારો વડોદરા વડી કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેસશે.

ઉમેદવારોના જણાવ્‍યા મુજબ, તેઓએ જેટકોની પરીક્ષા આપી હતી અને તેમાંથી આશરે ૫૦૦૦ જેટલા ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. સારા માર્ક્‍સ હોવા છતાં ખાલી જગ્‍યાઓ નહીં ભરાતા અને સબ-સ્‍ટેશનના આઉટર્સોસિંગના કારણે તેમને નોકરી મળી નથી. જેના કારણે પોતાની રોજી-રોટી છીનવાઈ હોવાની લાગણી સાથે તેઓ આંદોલન કરી રહ્યા છે.

આ માટે તમામ વિદ્યાર્થીઓએ વડોદરા પોલીસ કમિશનરની શાંતિપૂર્ણ આંદોલનની મંજૂરી માંગી છે. આ આંદોલન ગાંધી ચિંધ્‍યા માર્ગે પ્રતીક ઉપવાસ તરીકે થશે. જો નિયત સમયમાં તંત્ર અને સરકાર દ્વારા ઉકેલ લાવવામાં નહીં આવે તો આ આંદોલન અમરણાંત ઉપવાસમાં ફેરવાય તેવી શકયતા છે. આ માટે વિદ્યાર્થીઓએ કોકરોચ જનતા પાર્ટીનો પણ સાથ-સહકાર માંગ્‍યો છે.

 આસિસ્‍ટન્‍ટની જગ્‍યાએ Against પોસ્‍ટ કરીને વિદ્યુત સહાયકોને નિમણૂક આપવામાં આવે છે, જેથી આખા ગુજરાતમાં આસિસ્‍ટન્‍ટ લાઇનમેનની આશરે ૪૦૦ જગ્‍યાઓ ઘટે છે. તો ઇલેક્‍ટ્રિકલ આસિસ્‍ટન્‍ટથી આસિસ્‍ટન્‍ટ લાઇનમેનને પ્રમોશન આપી અને આ જગ્‍યા નવા વિદ્યુત સહાયકોને નિમણૂક આપવી.

આઉટસોર્સમાં ૬૦-૪૦ ના કરાર આધારિત નિયમનું પાલન કરી આઉટર્સોસિંગની ટકાવારી ઘટાડવી.ગત વર્ષ ૨૦૨૩માં જે રીતે આઉટર્સોસિંગ ઘટાડીને નવી નિમણૂકો આપવામાં આવી હતી તે મુજબ નિમણૂકો આપવી. વિદ્યુત સહાયક ઇલેક્‍ટ્રિકલ આસિસ્‍ટન્‍ટની નિમણૂક અગાઉની જેમ ઝોન વાઇઝ આપવી. સેન્‍ટ્રલાઇઝ થવાથી ઉમેદવારોને અન્‍ય ઝોનમાં નિમણૂક મળતા બદલી પ્રક્રિયા ખૂબ જ જટિલ બની જાય છે. 

(3:43 PM IST)