<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

પંચમહાલ જિલ્લાનું ઘોઘંબા બંધ: ઝીંઝરી ગામની યુવતીને વિધર્મી ભગાડી જતા બંધનું એલાન, વેપારીઓએ આપ્યું સમર્થન

બેટા હેડિંગ - VHP અને સ્થાનિક સંગઠનોનું આહ્વાન, રાજગઢ પોલીસે યુવતીને શોધવા તપાસ તેજ કરી, બજારો સજ્જડ બંધ, લવ જેહાદના નારા સાથે વિરોધ રેલી

ઘોઘંબા તા.24 : પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ઝીંઝરી ગામની યુવતીને વિધર્મી યુવક ભગાડી ગયો હોવાની ઘટનાને પગલે ઘોઘંબા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધને વેપારીઓએ સંપૂર્ણ સમર્થન આપતા આજે ઘોઘંબાનું બજાર સજ્જડ બંધ રહ્યું હતું.

ઝીંઝરી ગામની 18 વર્ષીય યુવતીને સ્થાનિક વિધર્મી યુવક ભગાડી ગયો હોવાની ફરિયાદ યુવતીના પરિવારે રાજગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. યુવતીના પિતાએ આક્ષેપ કર્યો છે કે યુવકે તેમની દીકરીને ફોસલાવીને ઘરમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીના સાથે લઈ ગયો છે.

 

ઘટનાની જાણ થતા જ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોએ આને લવ જેહાદ ગણાવી ઘોઘંબા બંધનું એલાન આપ્યું હતું.

બંધના એલાનને પગલે ઘોઘંબાના વેપારી મંડળે સમર્થન જાહેર કર્યું હતું. આજે સવારથી જ ઘોઘંબા બજારની તમામ દુકાનો બંધ રહી હતી. વેપારીઓ અને સ્થાનિકો સાથે ભૂતપૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો રેલી કાઢી પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. રેલીમાં "હિન્દુ બહેન-દીકરીઓ સામે નજર કરનારા સુધરી જાઓ" જેવા નારા સાથે વિરોધ કરાયો હતો.

 

રાજગઢ પોલીસે યુવતીના પિતાની ફરિયાદના આધારે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે યુવતીને શોધવા માટે ટીમો બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં તેને પરત લાવવામાં આવશે. હાલ ઘોઘંબામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(4:26 PM IST)