News of Friday, 26th June 2026
‘‘ગિફટ સિટી'માં વિદેશી દારૂ સસ્તો મળશે પણ બજારમાં મોંઘા ભાવે ગેરકાયદે વેચાણ!
ગુજરાતમાં દારૂબંધીની ઐસીતૈસી કરતાં બૂટલેગરો નિરંકુશ : વર્ષ-૨૦૨૩માં ૬૦૦માં મળતી દારૂની સુધી પહોંચ્યાઃ દેશી દારૂની કોથળીના એક લિટરના બોટલના ભાવ આ વર્ષે ૧૫૦૦ ભાવ ૨૦૦ રૂપિયા

અમદાવાદ,તા.૨૬: ગુજરાત સરકારે ગિફટ સિટીમાં વેચાતા વિદેશી દારૂ પરથી વેટ નાબુદ કર્યો છે. 'વાઈન એન્ડ ડાઈન' ફેસિલિટી અંતર્ગત જે વિદેશી દારૂ વેચાશે તેના પર હવે વેટ વસૂલવામાં નહિ આવે, જેના પગલે હવે ગિફટ સિટીમાં વિદેશી દારૂ સસ્તો મળશે. તો બીજીતરફ, છેલ્લા ચાર વર્ષ દરમિયાન ઇંગ્લિશ તેમજ દેશી દારૂના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. બુટલેગરો મનફાવે તેવી રીતે દર વર્ષે ભાવ વધારો કરતા રહે છે, જેથી દારૂના પ્યાસીઓ ઉંચા ભાવ ચુકવીને પણ દારૂનો નશો કરે છે.
ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો દારૂના દુષણમાં બરબાદ થવાની સાથે આર્થિક નર્કાગારમાં ધકેલાઈ રહ્યા છે. ગિફટ સિટીમાં દારૂના ભાવમાં ઘટાડો થશે તેવા સમાચારો વચ્ચે બજારમાં ભાવવધારાના કારણે દારૂનું સેવન કરતા લોકો પોત પોતાના અલગ અલગ વિચારો રજૂ કરી રહ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં માર્કેટમાં ગ્રીન લેબલ અને જાબુંન જેવી બ્રાન્ડની માંગ વધુ જોવા મળી રહી છે. વર્ષ ૨૦૨૩માં જે બોટલ રૂ. ૬૦૦ થી ૮૦૦માં મળતી હતી તે જ બોટલ વર્ષ ૨૦૨૯માં રૂ. ૧૨૦૦ થી ૧૫૦૦ સુધી પહોંચી ગઈ હોવાનું જણાવાય છે. જો કે, કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં દેશી વિદેશી દારૂના ભાવ અલગ અલગ હોય છે. બીજી તરફ દેશી દારૂના ભાવમાં પણ વધારો નોંધાયો છે. અગાઉ ઓછી કિમતે મળતી દેશી દારૂની કોથળીના ભાવ હાલમાં વધી ગયા હોવાનું જણાવાય છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં માંગમાં વધારો, પુરવઠાની સ્થિતિ અને અન્ય પરિબળોના કારણે ભાવ સતત વધી રહ્યા છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. ઈંગ્લિશ તેમજ દેશી દારૂના વધતા ભાવ હાલ લોકોમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.
૧૦ કિલો ગોળ, પાંચ કિલો ફટકડીમાં દૂધિયા ઈન્જેક્શન નાખી જીવલેણ દેશી દારૂ બનાવાય છે
જેમ જેમ મોંઘા ભાવનો દારૂ પીવાવાળો વર્ગ છે તેવી જ રીતે સમાજનો એક વર્ગ દેશી દારૂ પીવે છે. દેશી દારૂ પીવાવાળો વર્ગ ઝડપથી મોત તરફ ધકેલાય છે. તેમનો પરિવાર તૂટી પડે છે. દેશી દારૂ બંધ કરાવવા માટે અનેકો રજૂઆત છતાં આ બદી દૂર થતી નથી ત્યારે હવે બુટલેગરો ઝડપથી દારૂ બનાવવા માટે દુધિયા ઈજેક્શનનો વપરાશ કરે છે જેથી બે ત્રણ દિવસમાં દારૂ તૈયાર થાય છે જે પ્યાસીઓના ફેફસાને બાળી નાખે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દેશી દારૂ બનાવવા માટે ૧૦ કિલો ગોળ, પાંચ કિલો ફટકડી મોટા માટલામાં કે કોઠીમાં એક સપ્તાહ સુધી જમીનમાં દાટી દેવામાં આવે છે. આ દારૂ તેની પ્રક્રિયા પ્રમાણે બનાવાય છે પરંતુ આજકાલ બુટલેગરો બે ત્રણ દિવસમાં દારૂ તૈયાર થઈ જાય તેના માટે ઈજેક્શન નાખે છે. અમુક રોજના પ્યાસીઓ પોતાની માંગ પ્રમાણે વધારે ભાવ ચુકવીને હાક્ષ, જાંબુ, મોહડી, કાજુ બદામ નો ઉપયોગ કરવા કહીને ખાસ દારૂ બનાવવા માટે બુટલેગરોને કહેતા હોય છે. જેના તેઓ વધારે ભાવ ચુકવે છે.
બોટલના અંદાજિત ભાવ
વર્ષ ૨૦૨૩: રૂ.૨૦૦ થી ૮૦૦
વર્ષ ૨૦૨૪: રૂ.૮૦૦ થી ૧૦૦૦
વર્ષ ૨૦૨૫: રૂ.૧૦૦૦ થી ૧૨૦૦
વર્ષ ૨૦૨૬: રૂ. ૧૨૦૦ થી ૧૫૦૦
કવાર્ટરના અંદાજિત ભાવ
વર્ષ ૨૦૨૩: રૂ. ૧૦૦ થી ૧૫૦
વર્ષ ૨૦૨૪: રૂ. ૧૫૦ થી ૨૦૦
વર્ષ ૨૦૨૫: રૂ. ૨૦૦ થી ૨૫૦
વર્ષ ૨૦૨૬: રૂ. ૨૫૦ થી ૪૦૦
દેશી દારૂના અંદાજિત ભાવ
૧ લિટર કોથળીઃ રૂ. ૨૦૦
હાફઃ રૂ.૧૦૦
પાવઃ રૂ.૫૦
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
