<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

અમદાવાદમાં બદનામીના ડરે લાચાર બનેલી યુવતી પર ગેંગરેપ

બ્‍લેકમેલિંગનો ખૌફનાક ખેલ, શહેરકોટડા વિસ્‍તારમાંથી હૃદયકંપાવી દેનારી ઘટના સામે આવી : ગણતરીના કલાકોમાં બે નરાધમો જેલના સળિયા પાછળ

અમદાવાદ તા.૨૬: મેગા સિટી અમદાવાદમાં ગુનેગારો કેટલા બેફામ બન્‍યા છે તેનો જીવતો જાગતો પુરાવો ૨૩ મે ૨૦૨૬ના રોજ સામે આવ્‍યો. જ્‍યારે એક પીડિત યુવતી ન્‍યાયની આશા સાથે શહેરકોટડા પોલીસ સ્‍ટેશને પહોંચી.

પીડિતાનો એક પરણિત પુરુષ મિત્ર હતો, જેની સાથે તે અવારનવાર હરવા-ફરવા કે જમવા જતી હતી. આ વાતની ભનક બે સ્‍થાનિક મજૂરોને લાગી ગઈ. આ નરાધમોએ યુવતીના અંગત ફોટા પોતાની પાસે હોવાનો દાવો કર્યો અને શરૂ કર્યો બ્‍લેકમેલિગનો ગંદો ખેલ. હેવાનોએ ધમકી આપી કે જો તે તેમની વાત નહીં માને તો ફોટા વાયરલ કરી આખા સમાજમાં પરિવારને જીવવા જેવો નહીં રાખે.

પરિવાર પર આવનારા જોખમ અને સામાજિક બદનામીના ડરથી આ માસૂમ યુવતી અંદરથી ફફડી ગઈ અને લાચાર બની ગઈ. આ જ લાચારીનો ફાયદો ઉઠાવીને બંને કસાઈઓ યુવતીને બળજબરીપૂર્વક નિકોલ વિસ્‍તારની એક હોટલમાં ખેંચી ગયા. હોટલના બંધ રૂમમાં આ નરાધમોએ પીડિતાની આજીજીઓ ન સાંભળી અને એક નહીં પણ બે-બે વાર સામૂહિક દુષ્‍કર્મ આચરી માનવતાને ફરી એકવાર શર્મસાર કરી મૂકી.

ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે અલગ-અલગ ટીમો બનાવી અને ગણતરીના કલાકોમાં જ બંને નરાધમો મિત ઉર્ફે મયંક મકવાણા અને તેજસ ઉર્ફે જોગી ચાચા લેઉવાને દબોચી લીધા.

પોલીસ તપાસમાં સામે આવ્‍યું કે બંને આરોપીઓ પોતે પરણિત હોવા છતાં આટલી નીચ માનસિકતા ધરાવે છે અને છૂટક મજૂરીનું કામ કરે છે. પીડિતાએ આશંકા વ્‍યક્‍ત કરી છે કે દુષ્‍કર્મ દરમિયાન આરોપીઓએ મોબાઈલમાં વીડિયો પણ શૂટ કર્યો હતો. જેથી પોલીસે બંનેના મોબાઈલ ફોન જપ્ત કરી સત્‍ય બહાર લાવવા માટે જ્‍લ્‍ન્‍માં મોકલી આપ્‍યા છે. પરંતુ સવાલ એ જ છે કે અમદાવાદ જેવા સુરક્ષિત શહેરમાં દીકરીઓ ક્‍યાં સુધી આવી રીતે બ્‍લેકમેલ થતી રહેશે?. 

 

(10:02 AM IST)