News of Monday, 29th June 2026
ગુજરાતમાં યુવતીઓ હવે ઇ-સિગારેટ તેમજ દારૂ-બિયરના રવાડે ચડી છે
રાજપીપળામાં સાંસદ મનસુખ વસાવાનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન : મુંબઈથી સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદ સુધી આ દૂષણ ફેલાયું છે

રાજપીપળા,તા.૨૯: નર્મદા જિલ્લાના ભાજપના આગેવાન અને ભરૂચ સાંસદ મનસુખ વસાવા તેની નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહે છે. અગાઉ આદિવાસીઓને વિદેશી દારૂ છોડીને દેશી દારૂ (મહુડા) પીવાની સલાહ આપી વિવાદ ઊભો કર્યો હતો. દરમિયાન આજે રાજપીપળા ખાતે આયોજિત યુવા શક્તિ સંગમમાં સાંસદે નર્મદા જિલ્લામાંથી આવેલા યુવા-યુવતીઓને સંબોધન કરતા કહ્યું હતું કે ગુજરાતમાં હવે યુવતીઓ પણ ઈ-સિગારેટ અને દારૂ-બિયર જેવા દૂષણના રવાડે ચઢી છે. આ બાબત વાલીઓ માટે અને સમાજ માટે ચિતા જનક છે.
વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા માટે નર્મદા આદર્શગામ વિકાસ સમિતિ દ્વારા રાજપીપળા ખાતે યુવા શક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં યુવાનોને શિક્ષણ અને સંસ્કાર તરફ વાળવા અને વ્યસન મુક્ત કરવા માટે આગેવાનોએ પ્રેરણા આપી હતી. દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ યુવા-યુવતીઓને સંબોધન કરતા કહ્યું હતું કે પヘમિ સંસ્કૃતિની અસર હવે આદિવાસી વિસ્તારો સુધી પહોંચી છે. યુવકો જ નહીં હવે તો યુવતીઓમાં પણ નશીલા પદાર્થોનું વ્યસન વધી રહ્યું છે. યુવતીઓ પણ ઈ-સિગારેટ, દારૂ અને બિયરનો નશો કરે છે. યુવતીઓ ઘરેથી એવું કહીને નીકળે છે કે બહેનપણી સાથે બહાર જાઉ છું અને બહાર જઈને બિયર- દારૂની પાર્ટી કરે છે. બર્થ ડે પાર્ટીના નામે યુવતીઓ એકઠી થાય છે અને નશો કરે છે. મુંબઈ જેવા શહેરોમાંથી આ વ્યસન હવે સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદ સુધી પહોંચ્યું છે. આવી બુરાઈઓ સામે પોલીસ અને સરકારને રજૂઆત કરીને બુરાઈઓને રોકવી જોઈએ. આ માટે સામૂહિક પ્રયાસો જરૂરી છે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
