તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 11th May 2026
અમદાવાદના જોધપુર BRTS બસ સ્ટેન્ડ નજીક પારસ મેડિકલ નામની દુકાનના ગોડાઉનમાં આગ ભભૂકી
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી

અમદાવાદના જોધપુર BRTS બસ સ્ટેન્ડ નજીક આવેલી પારસ મેડિકલ નામની દુકાનના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા સતત આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ લાગવાના કારણ અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
