તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
વડનગર-મહેસાણાથી મુંબઈ જવું થશે સરળ: 'લોકશક્તિ એક્સપ્રેસ'નો રૂટ લંબાવવાની તૈયારી, જુઓ નવું સંભવિત ટાઈમટેબલ
સ્થાનિકોમાં આનંદનો માહોલ: પ્રિન્સિપલ ચીફ ઓપરેટિંગ મેનેજરની મંજૂરી બાદ રેલવે બોર્ડના આખરી નિર્ણયની રાહ; મહેસાણા સ્ટેશને આપવામાં આવશે કમર્શિયલ સ્ટોપેજ

વડનગર:ઉત્તર ગુજરાતના મુસાફરો માટે રેલવે તંત્ર તરફથી ખૂબ જ આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. મુંબઈ (બાંદ્રા ટર્મિનસ)થી અમદાવાદ વચ્ચે દોડતી લોકપ્રિય 'લોકશક્તિ એક્સપ્રેસ' (ટ્રેન નં. 22927/22928)ને હવે વડનગર સુધી લંબાવવાની કવાત હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા આ અંગેનો વિસ્તૃત પ્રસ્તાવ તૈયાર કરીને અંતિમ મંજૂરી અર્થે રેલવે બોર્ડને મોકલી આપવામાં આવ્યો છે.
મુસાફરોને મળશે મુંબઈની સીધી રેલ કનેક્ટિવિટી:
હાલમાં લોકશક્તિ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે દોડે છે. જોકે વડનગર અને મહેસાણા વિસ્તારમાંથી મુંબઈ માટે નવી ટ્રેનની સતત માંગ ઉઠી રહી હતી. આ બાબતને ધ્યાને રાખીને પશ્ચિમ રેલવે દ્વારા આ ટ્રેનનો રૂટ વડનગર સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી મહેસાણા અને વડનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વેપારીઓ અને મુસાફરોને મુંબઈ જવા-આવવા માટે સીધી અને સરળ સુવિધા પ્રાપ્ત થશે.
મહેસાણા સ્ટેશને સ્ટોપેજ અને રૅક લિંકિંગમાં ફેરફાર:
પ્રસ્તાવિત યોજના મુજબ, અમદાવાદથી વડનગર વચ્ચેના લંબાયેલા રૂટ પર આ ટ્રેન માટે મહેસાણા જંકશન ખાતે કમર્શિયલ સ્ટોપેજ (રોકાણ) આપવામાં આવશે. આ ઉપરાંત, આ ટ્રેનને સાબરમતી-યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસના રૅક લિંકથી અલગ કરીને સ્વતંત્ર રીતે ચલાવવાનું આયોજન છે, જેનાથી ટ્રેન સમયસર દોડી શકે.
🕒 પ્રસ્તાવિત સમયપત્રક (Proposed Timetable):
બાંદ્રા ટર્મિનસથી વડનગર (ટ્રેન નં. 22927):
બાંદ્રા ટર્મિનસથી ઉપડશે: સાંજે ૧૯:૪૦ વાગ્યે
અમદાવાદ આગમન/પ્રસ્થાન: સવારે ૦૪:૨૦ વાગ્યે આગમન / ૦૪:૩૦ વાગ્યે ઉપડશે
વડનગર પહોંચશે: સવારે ૦૬:૪૦ વાગ્યે
વડનગરથી બાંદ્રા ટર્મિનસ (ટ્રેન નં. 22928):
વડનગરથી ઉપડશે: સાંજે ૧૮:૨૦ વાગ્યે
અમદાવાદ આગમન/પ્રસ્થાન: રાત્રે ૨૦:૩૫ વાગ્યે આગમન / ૨૦:૪૫ વાગ્યે ઉપડશે
બાંદ્રા ટર્મિનસ પહોંચશે: સવારે ૦૫:૨૫ વાગ્યે
રેલવે બોર્ડની મંજૂરી બાદ અમલ:
આ પ્રસ્તાવને પશ્ચિમ રેલવેના પ્રિન્સિપલ ચીફ ઓપરેટિંગ મેનેજર (PCOM) તરફથી લીલી ઝંડી મળી ચૂકી છે. હવે માત્ર રેલવે બોર્ડના આખરી આદેશની રાહ જોવાઈ રહી છે. મંજૂરી મળતાની સાથે જ નવી સમયસારણી મુજબ વડનગરથી મુંબઈ વચ્ચે લોકશક્તિ એક્સપ્રેસનું વિધિવત સંચાલન શરૂ કરી દેવામાં આવશે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
