હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 21st May 2026
અમદાવાદ નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયો સોનાના કડાની ચોરી કરી ફરાર
દાગીના જોવાના બહાને આરોપી દુકાનમાં ઘુસ્યો અને માલિકની નજર ચૂકવીને કડો લઈ પલકવારમાં ફરાર થઈ ગયો: સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની એક સનસનીપૂર્ણ ઘટના સામે આવી છે. નારણપુરામાં આવેલા પ્રખ્યાત અંબિકા જ્વેલર્સને એક ગઠિયાએ નિશાન બનાવ્યો હતો. ગ્રાહકના સ્વાંગમાં આવેલા એક અજાણ્યા શખ્સે વેપારીની નજર સામે જ સોનાના કડાની ચોરી કરી હતી.
દાગીના જોવાના બહાને આરોપી દુકાનમાં ઘુસ્યો હતો અને માલિકની નજર ચૂકવીને કડો લઈ પલકવારમાં ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે હાલ ગુનો દાખલ કરીને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આવી વારંવાર બનતી ઘટનાઓથી ગુજરાતના સોની વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોરી કરતી આવી ગૅન્ગ સક્રિય થતાં વેપારીઓ ચિંતિત છે
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
