તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
અમદાવાદ એરપોર્ટ પરથી ફરી સોનુ ઝડપાયું :ટ્રોલી બેગની અંદર પાઉચમાં પ્લાટિક લેયરમાં સંતાડેલુ રૂ. 72.28 લાખનું સોનું જપ્ત
શારજાહથી આવેલા પેસેન્જર સામે કસ્ટમ્સ એક્ટ મુજબ ધરપકડ કરી લેવાઈ. આણંદનાં મોઇન વ્હોરાની કસ્ટમ વિભાગ દ્વારા કરાઇ ધરપકડ

અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પરથી નવી મોડસ ઓપરેન્ડી સાથે સોનાની તસ્કરી પકડી પડાઈ છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 72.28 લાખનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે . કસ્ટમ વિભાગના AIU યુનિટની મોટી કાર્યવાહી કરાઈ છે એક્સ રે સ્ક્રીનિંગમાં શંકાસ્પદ બેગ ચેક કરતા સોનુ મળી આવ્યું હતું, ટ્રોલી બેગના અંદરના પાઉચમાં પ્લાટિક લેયરમાં સોનુ સંતાડ્યું હતું.સોનાની પેસ્ટ જેનું વજન આશરે 495.04 ગ્રામ હોવાનું સામે આવ્યું છે . શારજાહથી આવેલા પેસેન્જર સામે કસ્ટમ્સ એક્ટ મુજબ ધરપકડ કરી લેવાઈ છે . આણંદનાં મોઇન વ્હોરાની કસ્ટમ વિભાગ દ્વારા ધરપકડ કરાઈ છે . પહેલીવાર કેરિયર તરીકે સોનાની દાણચોરીમાં મોઇન પકડાયો છે મોઇનનાં બનેવી મોહસીને તમામ વ્યવસ્થા કરી આપી હોવાનો ખુલાસો થયો છે .
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
