<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

DRDOમાં સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ : ગ્રુપ એ અને બીમાં ખાલી જગ્યાની ભરતીની જાહેરાત

45 ખાલી જગ્યાઓમાં એપ્લાય કરવા ઈચ્છતા લાયક ઉમેદવારોએ આગામી 29 મે સુધીમાં સાજે 6 વાગ્યે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે

અમદાવાદ :સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે DRDOમાં સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ આવ્યો છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિવિધ વિભાગોમાં ગ્રુપ એ અને બીમાં ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.

DRDO અને અન્ય વિભાગોની 45 ખાલી જગ્યાઓમાં એપ્લાય કરવા ઈચ્છતા લાયક ઉમેદવારોએ આગામી 29 મે સુધીમાં સાજે 6 વાગ્યે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે.

DRDOમાં વિવિધ વિભાગોમાં 45 જગ્યાઓમાં ભરતી કરવાની છે. જેમાં અનુક્રમે સિનિયર એડમિનિસ્ટ્રેટિવ ઑફિસર, ભારતીય ખાણ બ્યુરોમાં આસિ. માઇનિંગ ઈજનેર, લદ્દાખ વહીવટીતંત્રમાં એકાઉન્ટ ઑફિસર, ભારતીય ખાણ બ્યુરોમાં આસિસ્ટન્ટ રિસર્ચ ઑફિસર જેવા વિવિધ પોસ્ટ માટે અરજીઓ મંગાવાઈ છે.

 

DRDOમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી અનિવાર્ય છે.

 

અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા 30થી 45 વર્ષ સુધી હોવી જરુરી છે. જ્યારે SC,ST વર્ગના ઉમેદવારોને છૂટ આપવામાં આવી છે

 

યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવાર પંસદગી પામશે તેમને પે- મેટ્રિક્સ લેવલ 7થી 10 અને એકેડેમિક લેવલ 10થી 13A1 મુજબ રુ. 56,100 - 1,77,500 રૂપિયા સુધીનો પગાર ચૂકવાશે. ઉપરાંત ઉમેદવારોની પરીક્ષા બાદ પર્સનલ ઈન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે.

કયા વિભાગમાં કેટલી જગ્યા પર ભરતી?

  • સિનિયર એડમિનિસ્ટ્રેટિવ ઑફિસર (DRDO): 29 જગ્યાઓ
  • એકાઉન્ટ ઑફિસર (લદ્દાખ વહીવટીતંત્ર): 03 જગ્યાઓ
  • આસિ. માઇનિંગ એન્જિનિયર (ભારતીય ખાણ બ્યુરો) : 04 જગ્યાઓ
  • આસિ. રિસર્ચ ઑફિસર (ભારતીય ખાણ બ્યુરો) : 02
  • બીજા પદો (પ્રોફેસર્સ, ટ્રાન્સલેટર) : 07

કુલ જગ્યા : 45

 

(1:56 PM IST)