News of Tuesday, 30th June 2026
એસ.ટી. નિગમના કર્મચારીઓને ખુશખબર :મોંઘવારી ભથ્થુ વધારી 58 ટકા કરાયું : એરીયર્સ પણ ચૂકવાશે
નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર : અધિકારીઓ અને કર્મચારીઓને આ વધારાનો લાભ આપવા તેમજ ચૂકવવાની થતી એરિયર્સની રકમ ચૂકવવાનો આદેશ કર્યો

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના હજારો કર્મચારીઓ માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
GSRTC દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર ઠરાવ અનુસાર, અગાઉ ગત ઓગસ્ટ મહિનામાં એસ.ટી. નિગમના કર્મચારીઓનો સાતમા પગાર પંચ પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના પરિણામે મોંઘવારી ભથ્થુ 53 ટકાથી વધીને 55 ટકા કરવામાં આવ્યું હતુ.
જે બાદ ગત 7 ઓક્ટોબરના રોજ નાણાં વિભાગના ઠરાવને અનુસરીને 1 જુલાઈ, 2025થી મોંઘવારી ભથ્થાના દરમાં વધુ 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી હવે એસ.ટી. નિગમના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધીને 58 ટકા થઈ જશે.
આ બાબતે સરકાર દ્વારા કાળજીપૂર્વક વિચારણા કર્યાં બાદ નિગમના અધિકારીઓ અને કર્મચારીઓને આ વધારાનો લાભ આપવા તેમજ ચૂકવવાની થતી એરિયર્સની રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે. સરકારના આ નિર્ણયથી એસ.ટી. નિગમના કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
(9:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
