News of Friday, 1st May 2026
ગોરા, નર્મદા નદીના બ્રીજ પર અજાણ્યા વાહને બાઇક સાથે અકસ્માત કરતા બાઇક ચાલકનું મોત
એકતાનગર ટ્રાફીક પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

(ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના ગોરા ખાતે થયેલા અકસ્માતમાં એકનું મોત થયું છે
મળતી માહિતી મુજબ એક અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે હંકારી લાવી ફરીયાદી ગણપતભાઇ સાંગલાભાઈ જાતે-વસાવા( રહે.માથાસર, ઉપલુ ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) ના મોટાભાઇ અશ્વિનભાઈ સાંગલાભાઇ વસાવા (રહે.માથાસર, ઉપલુ ફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓના કબ્જાની હોન્ડા કંપનીની સાઇન મો.સા. રજી.નં.GJ.22.N.8990 સાથે એક્સિડન્ટ કરતા અશ્વિનભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી સારવાર મળે તે પહેલા મોત નિપજાવી પોતાનુ વાહન લઇને નાશી જઇ ગુનો કરતા એકતાનગર ટ્રાફીક પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
