તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
તહેવારોમાં મુસાફરોની પહેલી પસંદ બની સરકારી બસ
ખાનગી બસના તોતીંગ ભાડા સામે ST આશીર્વાદરૂપ

અમદાવાદઃદિવાળીના તહેવારો દરમિયાન ખાનગી બસ સંચાલકો દ્વારા મુસાફરો પાસેથી ઊંચા ભાડાં વસૂલવામાં આવતા ST બસ મુસાફરો માટે આશીર્વાદરૂપ બની છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારોમાં વતન જવા માટે મુસાફરોની પહેલી પસંદ સરકારી ST બસ બની છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ST વિભાગ દ્વારા વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જવા માટે ૨૫૦૦થી વધુ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. બીજી તરફ, ધારાસભ્ય કિશોર કાનાણીએ મુસાફરોને વધુમાં વધુ સરકારી બસનો ઉપયોગ કરવા અપીલ કરી છે. ST બસની સુવિધાને લઈને સુરતના રત્નકલાકારો અને અન્ય મુસાફરોએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે. ખાનગી બસોના ઊંચા ભાડાં વચ્ચે સરકારી બસની સુવિધા સામાન્ય મુસાફરો માટે રાહતરૂપ સાબિત થઈ રહી છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
