<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

સરકારના કર્મચારીઓને ૭.૧ ટકા ત્રિમાસિક ચક્રવૃધ્‍ધી વ્‍યાજ દરે બચત ફાળો ચુકવશે

રાજયના નાણા વિભાગ દ્વારા તા. ૧ ઓકટોબરથી ૩૧ ડીસેમ્‍બર સુધીના સમય માટે પરિપત્ર

રાજકોટ, તા. રપઃ રાજ્‍ય સરકારના કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના-૧૯૮૧ સંદર્ભમાં દર્શાવેલ ઠરાવ (૧) ની જોગવાઈ મુજબ તા.૦૧/૦૪/૧૯૮૨થી અમલમાં છે. તે સંદર્ભમાં (૨) તા.૨૪/૦૯/૨૦૨૨ ના ઠરાવથી માસિક ફાળા અને તેને અનુરૂપ મળવાપાત્ર વીમા રક્ષણની રકમમાં વધારો કરવામાં આવેલ છે. આ યોજનાની જોગવાઈઓ મુજબ, વીમા ફાળાની ૩૦ ટકા રકમ વીમા ફંડમાં અને ૭૦ ટકા રકમ બચત ફંડ ખાતે જમા લેવામાં આવે છે. આ અંતર્ગત રાજ્‍ય સરકારના કર્મચારીઓને ચાલુ નોકરી દરમિયાન મળત્‍યુના પ્રસંગે વીમા રક્ષણ ઉપરાંત વ્‍યાજ સહિત એકત્રિત બચત, જ્‍યારે નિવળત્તિ સમયે વ્‍યાજ સહિત એકત્રિત બચત મળવાપાત્ર છે.

તા.૦૧/૧૦/૨૦૨૬ થી તા.૩૧/૧૨/૨૦૨૬ ના સમયગાળામાં નિવળત્તિ અને મળત્‍યુના પ્રસંગે કર્મચારીઓને મળવાપાત્ર વ્‍યાજ સહિતના બચત ફાળા તથા વીમા રક્ષણની ગણતરી માટેના પત્રકો પ્રસિદ્ધ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. તે મુજબ તા. ર૧ નવેમ્‍બર ર૦ર૬ ના દિવસે નાણા વિભાગ દ્વારા ઉપસચિવ (પેન્‍શન અને તિજોરી) પી.એમ. ભરડવાની સહીથી પરિપત્ર પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે.

રાજ્‍ય સરકારના કર્મચારીઓને તા.૦૧/૧૦/૨૦૨૬ થી તા.૩૧/૧૨/૨૦૨૬ સુધીના સમયગાળામાં નિવળત્તિ સમયે વ્‍યાજ સહિત એકત્રિત બચત ફાળાની તથા ચાલુ નોકરી દરમિયાન મળત્‍યુના પ્રસંગે વીમા રક્ષણ અને વ્‍યાજ સહિત એકત્રિત બચત ફાળાની ચુકવણીની ગણતરી માટે, ૭.૧ ટકાના ત્રિમાસિક ચક્રવળદ્ધિ વ્‍યાજ દરે ગણતરી કરીને તૈયાર કરાયેલા ત્રણ પત્રકો જરૂરી સમજૂતી ઠરાવ સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. નાણા વિભાગની વેબસાઇટ પર પરિપત્ર મુકાયેલ છે

(3:24 PM IST)