હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 10th September 2026
સરકાર દ્વારા ભાડાના મકાન અને કોમર્શિયલ મિલકતોને લગતા દાયકાઓ જૂના કાયદામાં મોટા ફેરફારની તૈયારી
નવા કાયદા મુજબ ભાડા કરાર લેખિતમાં કરવો ફરજિયાત બનશે. સાથે જ મકાન માલિક ભાડૂઆત પાસેથી ત્રણ મહિનાથી વધુનું સિકયુરિટી ડિપોઝિટ લઈ શકશે નહીં

અમદાવાદ :ગુજરાત સરકારે ભાડાના મકાન અને કોમર્શિયલ મિલકતોને લગતા દાયકાઓ જૂના કાયદામાં મોટા ફેરફારની તૈયારી કરી છે. શહેરી વિકાસ પ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં ‘ગુજરાત રેન્ટ બિલ 2026’ રજૂ કરવાની દરખાસ્ત કરી છે. નવા કાયદા મુજબ ભાડા કરાર લેખિતમાં કરવો ફરજિયાત બનશે. સાથે જ મકાન માલિક ભાડૂઆત પાસેથી ત્રણ મહિનાથી વધુનું સિકયુરિટી ડિપોઝિટ લઈ શકશે નહીં. ભાડૂઆત મકાન ખાલી કરે બાદ જરૂરી કપાત કરીને બાકીનું ડિપોઝિટ એક મહિનાની અંદર પરત કરવું પડશે.
નવા બિલમાં રેન્ટ ઓથોરિટીની રચના કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. મકાન ભાડે આપતી વખતે ભાડા કરાર અને સંબંધિત વિગતો રેન્ટ ઓથોરિટીને આપવાની રહેશે. નવા કાયદાથી ભાડૂઆત અને મકાન માલિક વચ્ચેના સંબંધોને વધુ નિયમબદ્ધ કરવાની સરકારની તૈયારી છે
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
