તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Friday, 20th November 2026
સરકારે ખેડૂતોને નારાજ કર્યા વગર તેમના પ્રશ્નો અને સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કામગીરી કરવી જોઈએ.
ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો ગ્રામ સમિતિથી લઈને પ્રદેશ સમિતિ સુધી સંગઠનને મજબૂત કરવાનો સંકલ્પ

ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોના પ્રશ્નો અને સમસ્યાઓ જાણવાની સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિસાન સંઘના કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ગ્રામ સમિતિથી લઈને પ્રદેશ સમિતિ સુધી સંગઠનને મજબૂત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે જણાવ્યું હતું કે વીજલાઇનના મુદ્દે સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. કિસાન સંઘે અગાઉ ખેડૂતોના 14 મુદ્દાઓ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોને નારાજ કર્યા વગર તેમના પ્રશ્નો અને સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કામગીરી કરવી જોઈએ.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
