<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

રોડ અકસ્માતમાં મદદ કરનાર રાહદારીને સરકાર રાહવીર યોજના હેઠળ પુરસ્કાર આપશે :નિમિષા પંચાલ (ARTO નર્મદા)

એકતાનગર ખાતે કર્મચારીઓને રોડ સેફ્ટી અને ટ્રાફિકના નિયમોની માહિતી આપવામાં આવી

(ભરત શાહ દ્વારા )નર્મદા:કેવડિયા એકતાનગર ખાતે વિવિધ કચેરીઓ અને સંસ્થામાં કામ કરતા કર્મચારીઓને વિવાંતા હોટલ ખાતે રોડ સેફ્ટી અને ટ્રાફિકના નિયમોની માહિતી આપવા એક સેમિનારનું આયોજન નર્મદા ARTO કચેરી દ્વારા કરવામાં આવ્યું હતુ.જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. અને નર્મદા ARTO નિમિષાબેન પંચાલ અને RTO અધિકારીઓ દ્વારા જરૂરી પ્રોજેક્ટર પર માહિતી આપવામાં આવી હતી.

    એ.આર.ટી.ઓ નિમિષાબેન પંચાલે જણાવ્યું હતું કે ગત રોજ વિવાન્તા હોટલ એકતાનગર ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ માટે રોડ સેફ્ટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ અને તેમને ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું તથા રાહવીર યોજના વિશે જાણકારી આપવામાં આવી. રોડ અકસ્માત માં મદદ કરનાર રાહદારીને સરકાર રાહવીર યોજના હેઠળ સ્પેશિયલ પુરસ્કાર આપશે. તો ટ્રાફિકના નિયમો પાળવા સાથે લોકોને મદદ કરવા માટે પણ લોકો તૈયાર થાય એ માટે અપીલ પણ કરવામાં આવી છે.

(10:11 PM IST)