તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરના કાયાકલ્પ માટે સરકારનો મોટો માસ્ટર પ્લાન તૈયાર: પ્રથમ તબક્કા માટે 80 કરોડ ફાળવ્યા
બીજા અને ત્રીજા ફેઝ અંતર્ગત મંદિર નજીક આવેલા બે ઐતિહાસિક તળાવોનું બ્યુટિફિકેશન અને વૉકિંગ એરિયા વિકસાવવા માટે આર્કિટેક્ટ દ્વારા સર્વે શરૂ કરી દેવાયો

અમદાવાદ : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરના કાયાકલ્પ માટે સરકારે મોટો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યાં છેલ્લા એક વર્ષથી શાસ્ત્ર, આધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે ભવ્ય નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં બહુચરાજી ધામ બિલકુલ નવા સ્વરૂપે જોવા મળશે.
મંદિરના વહીવટદાર આશિષ મિયાત્રાના જણાવ્યા મુજબ, બીજા અને ત્રીજા ફેઝ અંતર્ગત મંદિર નજીક આવેલા બે ઐતિહાસિક તળાવોનું બ્યુટિફિકેશન અને વૉકિંગ એરિયા વિકસાવવા માટે આર્કિટેક્ટ દ્વારા સર્વે શરૂ કરી દેવાયો છે. માત્ર મંદિર જ નહીં, પરંતુ સમગ્ર પંથકના વિકાસ માટે સરકારે ‘બેચરાજી-મોઢેરા ડેવલપમેન્ટ ઓથોરિટી’ની રચના કરી છે.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
