તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 23rd October 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાણંદના વીંછીયા ગામે અનુસૂચિત જાતિ પરિવારના ઘરે ભોજન લઈ સામાજિક સમરસતાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો
રાજ્યપાલએ અત્યંત પ્રેમપૂર્વક અને સાદગીથી આ સાત્વિક ભોજનનો આનંદ માણ્યો તેમજ પરિવારના સભ્યો વિશે જાણકારી મેળવી વડીલ સહજ માર્ગદર્શન આપ્યું

અમદાવાદ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાણંદ તાલુકાના વીંછીયા ગામની મુલાકાત દરમિયાન સામાજિક એકતા અને સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
રાજ્યપાલએ વીંછીયા ગામે છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અનુસૂચિત જાતિ પરિવારના પાંચાભાઈ મકવાણાના ઘરે જઈને સાદગીપૂર્ણ ભોજન ગ્રહણ કર્યું હતું.
પાંચાભાઈ મકવાણાના પરિવારે અત્યંત પ્રેમ અને આદરપૂર્વક રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું. ભોજનમાં રાજ્યપાલને મગની દાળ, રોટલી અને પીરસવામાં આવી હતી.
રાજ્યપાલએ અત્યંત પ્રેમપૂર્વક અને સાદગીથી આ સાત્વિક ભોજનનો આનંદ માણ્યો હતો. તેમજ પરિવારના સભ્યો વિશે જાણકારી મેળવી વડીલ સહજ માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સમાજમાંથી ભેદભાવ દૂર થાય અને પ્રેમ, એકતા તથા ભાઈચારાની ભાવના મજબૂત બને તે જ સાચી સામાજિક સમરસતા છે. રાજ્યપાલશ્રીના આ ઉદાહરણીય પગલાંથી સ્થાનિક ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી.
આ મુલાકાતથી વીંછીયા ગામ અને આસપાસના વિસ્તારમાં સામાજિક સમરસતા અને એકતાનો એક સુંદર અને પ્રેરણાદાયી સંદેશ પહોંચ્યો છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
