<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કલોલ તાલુકાના ગોલથરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં રાત્રિ વિશ્રામ કર્યો

વહેલી સવારે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કરી આપ્યો નિરોગી જીવનનો સંદેશ

ગાંધીનગર:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગોલથરા ગામની સરકારી પ્રાથમિક શાળાના સામાન્ય કક્ષમાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. રાત્રિ રોકાણ બાદ રાજ્યપાલએ વહેલી સવારે શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો અને યોગસાધકો સાથે યોગાભ્યાસ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કરી ઉપસ્થિત સૌને યોગનું જીવનમાં રહેલું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નિયમિત યોગ અને પ્રાણાયામ શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યોગને દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.
આ યોગાભ્યાસમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સામૂહિક યોગાભ્યાસ થકી ગ્રામજનોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા અને યોગમય જીવનશૈલી અપનાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.

(10:29 AM IST)