<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ગુજરાત માહિતી આયોગની ઉત્કૃષ્ટ કામગીરીને બીરદાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આયોગની ઝડપી કામગીરી,સરળ અને અસરકારક સમજ આપવા વ્યાપક કાર્યને આવરી લેતું પ્રેઝન્ટેશન રાજયપાલ સમક્ષ રજૂ કરાયું

ગાંધીનગર : રાજય મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીની આગેવાની હેઠળ આયોગના સર્વ કમિશનરઓ સુબ્રમણ્યમ ઐયર, મનોજ પટેલ, નિખિલ ભટ્ટ, વિપુલ રાવલ, ભરત ગણાત્રા અને આયોગના અધિકારીઓ દ્વારા રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની લોકભવન ખાતે શુભેચ્છા મુલાકાત લેવામાં આવી. 

આ શુભેચ્છા મુલાકાત દરમિયાન રાજય મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોનીએ તેઓની નિયુક્તિ સમયે પડતર અપીલોની સુનાવણી ૧૪ મહિના પછી કરવામાં આવતી હતી. તેમાં ઘટાડો કરીને હવે માત્ર ૩૦ દિવસમાં જ અપીલ/ફરિયાદની સુનાવણી કરવામાં આવતી હોવાનું જણાવી, તે માટે આયોગ દ્વારા લેવામાં આવેલ અગત્યના પગલા જેવા કે, અપીલો/કરિયાદોના નિકાલ માટે ખાસ ઝુંબેશ, સહભાગીઓને માહિતીનો અધિકાર અધિનિયમની સરળ અને અસરકારક સમજ આપવા માટે જુદી-જુદી બુકલેટ્સનું પ્રકાશન, ઓડિયો-વીડિયો મટીરીયલ્સનું નિર્માણ, માહિતીનો અધિકાર અધિનિયમ સપ્તાહની વ્યાપક ઉજવણી અને તેનું રાજવ્યાપી લાઈવ ટેલીકાસ્ટ, માહિતી અધિકાર અધિનિયમના અસરકારક અમલ માટે રાજય સરકારને ભલામણો. આયોગની વેબસાઇટનું નવીનીકરણ, સોશિયલ મિડીયાનો વ્યાપક ઉપયોગ વગેરે વિગતો આવરી લેતું પ્રેઝન્ટેશન રાજયપાલ સમક્ષ રજૂ કરેલ હતું. 

આ ઉપરાંત, આયોગ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ "માહિતીનો અધિકાર, બે દાયકાની સફર” પુસ્તક, આયોગના છેલ્લા બે વર્ષના ગૃહ સમક્ષ રજૂ કરવામાં આવેલ વાર્ષિક અહેવાલ અને આયોગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ લઘુપુસ્તિકાઓ રાજયપાલ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલ. આદરણીય રાજયપાલએ આયોગ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી પરત્વે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

(10:59 AM IST)