<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ભરૂચ જિલ્લાની મુલાકાતે: અંકલેશ્વરના નવા કાંસિયા ગામે આદિવાસી પરિવારના ચંદાબેન વસાવાના ઘરે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો

રાજ્યપાલએ અત્યંત સહજતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી તેમની જીવન પરિસ્થિતિ અંગે પૃચ્છા કરી

ભરૂચ:ભરૂચ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામે આદિવાસી પરિવારના ચંદાબેન સુકાભાઈ વસાવાના ઘરે પહોંચીને તેમના પરિજનો સાથે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો.

  રાજ્યપાલએ અત્યંત સહજતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી તેમની જીવન પરિસ્થિતિ અંગે પૃચ્છા કરી હતી. પરિવાર સાથે તેમણે પ્રેમભર્યો વાર્તાલાપ કરી પરિવારના જીવન વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી.

 ભોજન દરમિયાન રાજ્યપાલએ પરિવારના સભ્યોના રોજગાર, ખેતી-પશુપાલન અને જીવન નિર્વાહ અંગે પણ માહિતી મેળવી હતી. ગામડાની પરંપરા મુજબ રાજ્યપાલએ  સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદાબેનનો પરિવાર ખેત મજૂરી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. રાજ્યપાલ તેમના ઘરે પધાર્યા અને પરિવાર સાથે ભોજન કર્યું તે બદલ પરિવારના સભ્યો ભાવવિભોર બની ગયા હતા.

(11:27 AM IST)