<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની એસ.ટી.બસમાં મુસાફરી

એસ.ટી. બસમાં મુસાફરી કરીને રાજ્યપાલ સાબરકાંઠા જિલ્લાના કેશરગંજ ગામ પહોંચ્યા

ગાંધીનગર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બે દિવસીય 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ'માં સહભાગી થવા માટે ગાંધીનગરથી સાબરકાંઠા જિલ્લાના કેશરગંજ ગામ સુધીની મુસાફરી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ની બસમાં કરી હતી.

આચાર્ય દેવવ્રતજીએ આ મુસાફરી દરમિયાન સહ-મુસાફરો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો.
નોંધનીય છે કે સાબરકાંઠાના કેશરગંજ ગામે રાજ્યપાલ મહોદય બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

(7:11 PM IST)