તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સરળતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાહજિકતાનો સંગમ : સ્વર્ણિમ સંકુલ-1માં પુર્વ નિર્ધારિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યપાલ મુખ્યમંત્રીના નિમંત્રણને માન આપીને મુખ્યમંત્રી કાર્યાલયની અનૌપચારિક મુલાકાતે આવ્યા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગામોમાં રાત્રિરોકાણ, ગ્રામસભા, અંત્યોદયના ઘરે ભોજન અને પ્રાકૃતિક ખેતીના પ્રસાર માટે ગ્રામીણ ખેડૂતો સાથે સંવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ પોતાના પ્રવાસો દરમિયાન ગામોમાં સામાન્ય માણસો સાથે અચાનક મુલાકાત, બાળકોને શાળામાં જઈને મળવું જેવી સાહજિકતા માટે મૃદુ અને મક્કમ વ્યક્તિત્વની છબી

અમદાવાદ તા.૩૧ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સરળતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાહજિકતાનું વધુ એક દ્રષ્ટાંત શુક્રવારે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1માં જોવા મળ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યના વિવિધ જિલ્લાઓના ગામોમાં રાત્રિરોકાણ, ગ્રામસભા, અંત્યોદયના ઘરે ભોજન અને પ્રાકૃતિક ખેતીના પ્રસાર માટે ગ્રામીણ ખેડૂતો સાથે સંવાદ અને ખેતરોની મુલાકાતો દરમિયાન પોતાની સરળતા માટે લોકપ્રિય છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પોતાના પ્રવાસો દરમિયાન ગામોમાં સામાન્ય માણસો સાથે અચાનક મુલાકાત, બાળકોને શાળામાં જઈને મળવું જેવી સાહજિકતા માટે મૃદુ અને મક્કમ વ્યક્તિત્વની છબી લોક માનસમાં ધરાવે છે.
રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીની આવી જ સાદગી અને સરળતા વધુ એક વાર જોવા મળી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સ્વર્ણિમ સંકુલ-1ના સાબરમતી કક્ષમાં ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલશ્રીને આ દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયની મુલાકાતે આવવાનું સહજ આમંત્રણ આપતાં રાજ્યપાલશ્રીએ તેનો સરળતાપૂર્વક સ્વિકાર કર્યો હતો.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પોતાનો કાર્યક્રમ પૂર્ણ થતા સ્વર્ણિમ સંકુલ-1માં ત્રીજા માળે આવેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કચેરીની મૂલાકાતે પહોંચ્યા હતાં.
મુખ્યમંત્રીશ્રીએ તેમને શાલ ઓઢાડીને તથા પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન-આવકાર આપ્યો હતો.
આ અનૌપચારિક મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી વચ્ચે લોકકલ્યાણના વિવિધ વિષયો પર સહજ સંવાદ થયો હતો.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
