News of Monday, 7th September 2026
ગોવિંદા આલા રે આલા : સુરત શહેરની ભાગળ ખાતેની મુખ્ય મટકી ગણેશા ગ્રુપે ફોડી
ભાગળ ચાર રસ્તા રાજમાર્ગ, ખાતે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી

સુરત :જન્માષ્ટમીના પર્વ નિમિત્તે માનનીય જલ શક્તિ મંત્રી ભારત સરકાર અને નવસારી લોકસભા સાંસદ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ભાગળ ચાર રસ્તા ખાતે મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, કાર્યક્રમ શરુ થાય તે પહેલા રાષ્ટ્રગીત ગાયને કાર્યક્રમ શરૂઆત થઇ હતી, સુરત શહેરના ગણેશા ગ્રુપ ગોપીપુરા દ્વારા મુખ્ય મટકી ફોડવામાં આવી હતી, જેઓને 11000/- અને ટ્રોફી આપવામાં આવી હતી જેમાં સંયોજક તરીકે ક્રિષ્ણા ગ્રુપ અડાજણ જોડાયુ હતું, તથા 50 વર્ષ જુના મંડળ માટેની વિશેષ મટકી ફોડવાનો લ્હાવો ધરતીમાતા સ્પોર્ટસ ક્લબ વેડરોડને મળ્યો હતો, તેઓએ મટકી ફોડી હતી. જેઓને 11000/- અને ટ્રોફી આપવામાં આવી હતી, જયારે મહિલા મંડળ માટેની મટકી "જય ભવાની મહિલા મંડળ" ખપાટીયા ટેકરા, અંબાજી રોડ, તથા "આર. કે. સ્પોર્ટસ્ કલબ મહિલા મંડળ" રૂદરપુરા, દ્વારા ફોડવામાં આવીહતી. જેઓને 11 - 11 હજાર ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી .
સી. આર. પાટીલના પૌત્ર કુ. રણવીર જીજ્ઞેશભાઈ પાટીલ તર્ફે ઉચ્ચામાં ઉચ્ચી મટકી બાંધવામાં આવી હતી જેમાં જય માતાજી ગ્રુપ, લાપસીવાળા અને જય ભવાની સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પણ 7 થર એટલે 35 ફૂટની પિરામિડ મારવામાં આવી હતી, બંને મંડળો દ્વારા એકસરખી પિરામિડ મારવાથી બન્ને મંડળો વચ્ચે ટોસ કરાયું હતું જેમાં જય માતાજી ગ્રુપ, લાપસીવાળા ને ભાગળ ચાર રસ્તાની ઊંચામાં ઊંચી મટકી ફોડવાનો લ્હાવો મળ્યો હતો, જેઓને રૂા.61,000/-રોકડ બક્ષિશ આપવામાં આવી હતી.આ વર્ષે *ભાગળ ચાર રસ્તા ખાતે કુલ પાંચ (૫) મટકી બાંધવામાં આવી હતી.
સુરત શહેરના અલગ - અલગ વિસ્તારમાંથી ગોવિંદા મંડળો ભાગળ ખાતે ઉપસ્થિત રહ્યા હતા,અને લાઠીદાવ, કરતબ, પિરામિડ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં જય ભવાની સ્પોર્ટ્સ ક્લબ 7 થરની સલામી મારી હતી , ગોવિંદા ટાઇટન્સ ગ્રુપ 5 થર માર્યા હતા,
નોંધનીય છેકે આ મંડળમાં ફક્ત 15 વર્ષના બાળકોજ સામેલ છે, શ્રી ખપાટિયા ટેકરા મિત્ર મંડળ 6 થર માર્યા હતા, ટાઇગર ગ્રુપ ( 5 થર ) શ્રી રામ ભક્ત મિત્ર મંડળ ( 4 થર ) , આર કે સ્પોર્ટ્સ ક્લ્બ સહિતના બીજા મંડળો મુખ્ય મટકીને સલામી આપવા આ મંડળો આવેલ હતા, તમામ મંડળોને સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ એ સ્ટેજ પર બોલાવી ટ્રોફી આપી સમ્માનિત કરાયા હતા. આ વર્ષે ગોવિંદા ઉત્સવ સમિતિ તરફથી 145 મંડળોને પરમીટ આપવામાં આવી હતી જેઓ દ્વારા સુરતમાં 8000 જેટલી મટકી ફોડવામાં આવી હતી,
કાર્યક્રમમાં જલ શક્તિ મંત્રી ભારત સરકાર અને નવસારી લોકસભા સાંસદ સી.આર. પાટીલ, યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશ પાટીલ, ભાજપ માજી ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ,ઉદ્યોગપતિ દિપક ઇજારદાર ,સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ ,લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય અરવિંદ રાણા, SMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજનભાઈ પટેલ, દક્ષેશ માવાણી, કિશોર બિંદલ, સુધારકરભાઈ ચૌધરી, અમિતસિંહ રાજપૂત, સોમનાથ મરાઠે,ડો.ઇકે પાટીલ, રવિન્દ્ર ખેરનાર, દુર્ગાપ્રસાદ પાંડે, દિપક આફ્રિકાવાલા, જય અશોક દુધાણે, દિપકભાઈ સપકાલે, રમેશભાઈ શિંદે, ગોવિંદા ઉત્સવ સમિતિના અગ્રણીઓ દિપકભાઈ કદમ, જયેશભાઈ જાદવ, પ્રકાશભાઈ મ્હાલુંગે , ચંદ્રકાંતભાઈ નીમબાલકર , સંતોષભાઈ ઉત્તેકર, પ્રદીપભાઈ મોરે, લક્ષ્મણભાઈ ડીગે,કમલાકર મોરે, ધર્મેશભાઈ કદમ, અશોકભાઈ દુધાણે, સંજયભાઈ દેવીલકર, સુરેશભાઈ મોર્યા, દિપકભાઈ શિંદે, મહેશભાઈ ગજ્જર, હર્ષ ગજ્જર, વિજયભાઈ નીકમ, રાજુભાઈ વાળંદ, રૂપેશ કોંડાલકર, જયેશ ધનાવડે, ટીનુ તાન્દલેકર, રેશ્માબેન રાજીવડે ,નલીનીબેન શેડગે, કામિનીબેન કદમ, આશાબેન પવાર, સંધ્યાબેન પવાર, મીનાક્ષીબેન કદમ, ધર્મિષ્ઠાબેન તાન્દલેકર, જયાબેન સાવંત, નયનાબેન સાલુંકે, પ્રેરણાબેન શિંદે, શીતલબેન કદમ, હેતલબેન ઝાંઝે, અમીબેન ફૂડપાને ,અનિતાબેન ગાયકવાડ, હિનાબેન માળી, ઉર્મિલાબેન કડુ, ગીતાબેન પવાર, સુષ્માબેન પવાર ,તેજલબેન કદમ, હેતલબેન જાદવ, ભાવિકાબેન તાન્દલેકર તેમજ નિલેશભાઈ પરમાર અને ટીમ સહિતના મહાનુભવો અને પોલીસ સ્ટાફ સહિત હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરની ઉત્સવપ્રિય જનતા તેમજ સુરત પોલીસનો સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા વિશેષ આભાર માન્યો હતો.
યુથ ફોર ગુજરાતના જીગ્નેશભાઈ પાટીલ પ્રમુખ દ્વારા નવાગામ ડીંડોલીમાં જય માતાજી ગોવિંદા મંડળ દ્વારા મટકી ફોડી 1,51,000 નું ઇનામ મળેલ હતું, મોરાભાગળ ખાતે કુણાલભાઈ સેલર હસ્તક મટકી સિદ્ધિ સ્પોર્ટ ક્લબ અડાજણ દ્વારા ફોડવામાં આવી હતી તેઓને ₹1,25,000 નો ઇનામ આપવામાં આવેલ હતો તે જ રીતે ગેલેક્સી સર્કલ ખાતે અવિભાઈ પટેલ દ્વારા 51,000 ઇનામ ની મટકી ચાચાઈ ગોવિંદા મંડળ વેડ રોડ દ્વારા ફોડવામાં આવી હતી.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
