તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
નર્મદા નીરના વધામણા કરતા ગોવિંદભાઇ પટેલ
વરસાદ ખેંચાતા ખેડૂતોના મહામુલા પાક બચાવવા નર્મદાનું પાણી છોડાવી

રાજકોટ : વરસાદ ખેંચાતા ખેડૂતોના મહામુલા પાકને બચાવવા માટે ડાંગરવાડા, નાના વડાલા, માખાકરોડ, મેટીયા, ડેરી વગેરે ગામને લાભ આપવા સૌની યોજનાનો નર્મદા પાણીનો વાલ્વ ખોલાવતા આ ગામના ખેડૂતોને લાભ થશે. આ પાણી છોડાવવા માટે નર્મદા જળ વ્યવસ્થાપનના અધિકારીઓ તેમજ વિધાનસભામાં બેઠેલા કાલાવાડના ધારાસભ્ય મેઘજીભાઇને પણ ટેલીફોનીક રજૂઆત કરેલ. ગામના આગેવાનો ડાંગરવાડાના સરપંચ મુકેશભાઇ કાકડીયા, ઉપસરપંચ તથા પૂર્વ સરપંચ રામજીભાઇ કાછડીયા, ગામના આગેવાન મનસુખ કાકડીયા નાના વડાલાના સરપંચ સુરેશભાઇ ગોલતર, જી. પંચાયત સભ્ય અતુલભાઇ કમાણી તેમજ તાલુકા પંચાયતના સભ્ય ભાવેશભાઇ મારકણા તેમજ ઉપરોકત ગામના આગેવાનોએ હાજર રહી ગોવિંદભાઇ પટેલને હારતોરાથી સન્માનીત કરીને આભાર વ્યકત કરેલ તેમ યાદીમાં જણાવાયું છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
