News of Sunday, 15th November 2026
અરવલ્લીના માલપુરના ગોવિંદપુર ગામે જમીન વિવાદમાં ખેડૂતને ગડદાપાટુનો માર માર્યો અને દાતરડાથી હુમલો કર્યો
ખેડૂતના ડાબા હાથના કાંડાના ભાગે ઈજા પહોંચી:ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

અરવલ્લીના માલપુરના ગોવિંદપુર ગામે જમીન વિવાદમાં મારામારીની ઘટના સામે આવી છે. ખેતર ખેડવાની ના પાડતા બે શખ્સોએ ખેડૂત પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલાખોરોએ ખેડૂતને ગડદાપાટુનો માર માર્યો હતો અને દાતરડાથી હુમલો કર્યો હતો. જેમાં ખેડૂતના ડાબા હાથના કાંડાના ભાગે ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, સમગ્ર મામલે પુત્રની ફરિયાદના આધારે એક મહિલા અને એક પુરુષ સામે ગુનો નોંધાયો છે. ખેતરમાં થયેલી મારામારીના વીડિયો પણ સામે આવ્યા છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
