<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

ગુજરાતમાં દુષ્કાળ જાહેર ન કરવા સરકાર હઠાગ્રહ રાખે છે : અન્ય રાજ્યોએ જાહેર કર્યો તો ગુજરાત સરકાર કોની રાહ જુએ છે ? ઇસુદાન ગઢવીનો ભાજપ સરકારને સણસણતો સવાલ

સૌની યોજનાનું સિંચાઈનું પાણી ન આપવાનો નિર્ણય ખેડૂતોની ક્રૂર મજાક, માત્ર ફોટા પડાવવા પાણી છોડી બીજા દિવસે બંધ કરી દીધું : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ના ભાજપ સરકાર ઉપર આક્ષેપો

રાજકોટ તા.૨૫ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરવા માટે એવોર્ડ આપવો પડે તેવી કામગીરી કરી રહી છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ  કહ્યું કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોએ પોતાના વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દીધા છે, પરંતુ ખેડૂતો માટે બધું જ કરવાની વાતો કરનાર ભાજપના નેતાઓ કોની રાહ જોઈ રહ્યા છે તે સમજાતું નથી.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ 

 જણાવ્યું કે એક બાજુ સરકારે નોટિફિકેશન બહાર પાડીને સૌની યોજનાનું સિંચાઈનું પાણી ન આપવાની જાહેરાત કરી છે, જેના નામે જ તેમણે અત્યાર સુધી મતો મેળવ્યા છે. કેટલીક જગ્યાએ તો માત્ર ફોટા પાડવા પૂરતું પાણી છોડીને બીજા જ દિવસે બંધ કરી દેવાયું છે. આ ખેડૂતો સાથે ક્રૂર મજાક સમાન છે.

 

તેમણે કહ્યું કે ખેડૂતો, શ્રમિકો અને ભાગિયાઓની સતત ઉપેક્ષા થઈ રહી છે. ખેડૂતોની સ્થિતિ કોઈ સર્કસ નથી કે સરકાર આવી મજાક કરે.

 

વધુમાં તેમણે ઉમેર્યું કે જનતાએ વિશ્વાસ મૂકીને સૌરાષ્ટ્ર-કચ્છની 54 માંથી મોટાભાગની સીટો પર ભાજપને જીતાડી છે, પરંતુ તેના કારણે ભાજપમાં અહંકાર આવી ગયો છે. વારંવાર આંદોલનો, ધરણાં અને રજૂઆતો છતાં સરકાર દુષ્કાળ જાહેર નથી કરતી, સિંચાઈનું પાણી નથી આપતી કે ઘાસચારાની વ્યવસ્થા નથી કરતી.

 

ભાજપ એવું માને છે કે ચૂંટણી ટાણે 'વૈય' પક્ષીઓની જેમ જ્ઞાતિના નેતાઓને ઉતારીને મત મેળવી લેશે, પરંતુ ભાડથર જિલ્લા પંચાયતમાં જનતાએ ભાજપના નેતાઓને ભગાડીને પાઠ ભણાવ્યો છે.

 

જો હજુ પણ દુષ્કાળ જાહેર નહીં કરાય તો આગામી સમયમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ભાજપના સુપડા સાફ થઈ જશે, તેમ ઇસુદાન ગઢવીએ ચેતવણી આપી હતી. તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ અંતમાં જણાવ્યું છે.

(3:58 PM IST)