<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

અમદાવાદના માનવ મંદિરે ભવ્ય અન્નકૂટ મહોત્સવની ઉજવણી: ભક્તોમાં ભારે ઉત્સાહ

અંબા માતાજીને વિવિધ વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરાયો: મોટી સંખ્યામાં શહેરીજનો માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે

અમદાવાદ શહેરમાં પણ દેવ દિવાળીના પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના માનવ મંદિર ખાતે આજે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં અંબા માતાજીને વિવિધ વાનગીઓનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં શહેરીજનો માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે. શાસ્ત્રો મુજબ દેવ દિવાળીના આજના પાવન દિવસે અન્નદાન અને વસ્ત્રદાનનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોએ દર્શન સાથે દાન-પુણ્ય કરીને ધન્યતા અનુભવી હતી.

(4:22 PM IST)