<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

ડાંગના હાડોળ ગામે આસ્થાના કેન્દ્ર ડોંગરે દેવની ભવ્ય ઉજવણી : આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ

આધુનિક યુગમાં પણ આ ઉજવણી આદિવાસી સમાજની સાંસ્કૃતિક ઓળખ અને પરંપરાને જીવંત

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના હાડોળ ગામે આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્ર ડોંગરે દેવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કાર્તિકી પૂનમના એક સપ્તાહ અગાઉથી જ ઉત્સવની શરૂઆત થાય છે. પરંપરાગત વાદ્યોના તાલે નૃત્ય અને ડુંગર દેવના પૂજન સાથે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટે છે. ભક્તો ડુંગરના ગઢ પર ચઢી દર્શન કરી પરિવારની સુખ-શાંતિ, સારા વરસાદ અને મબલખ પાક માટે પ્રાર્થના કરે છે. આધુનિક યુગમાં પણ આ ઉજવણી આદિવાસી સમાજની સાંસ્કૃતિક ઓળખ અને પરંપરાને જીવંત રાખી રહી છે.

(5:01 PM IST)