તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
ભરાડા (ખાબજી) ખાતે ભવ્ય કબડ્ડી ટુર્નામેન્ટ સંપન્ન
મંડાળા પ્રથમ, ચારણી દ્વિતીય અને નવાગામ (પાનુડા) તૃતીય સ્થાને

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ભરાડા (ખાબજી) ગામ ખાતે તા. 5 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે 4:30 કલાકે ભવ્ય કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજથી શરૂ થયેલી આ સ્પર્ધા રોમાંચક મુકાબલાઓ બાદ 6 સપ્ટેમ્બરની સવારે સંપન્ન થઈ હતી.
ટુર્નામેન્ટના ફાઇનલ મુકાબલામાં મંડાળા અને ચારણીની ટીમો આમને-સામને આવી હતી. બંને ટીમો વચ્ચે જોરદાર અને રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો, જેમાં મંડાળા ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો.
ટુર્નામેન્ટમાં મંડાળા ટીમે પ્રથમ સ્થાન, ચારણી ટીમે દ્વિતીય સ્થાન, જ્યારે નવાગામ (પાનુડા) ટીમે તૃતીય સ્થાન મેળવ્યું હતું.
આ કબડ્ડી ટુર્નામેન્ટને નિરોજા CNG પંપ, ચીકદાના અતુલભાઈ અને વંદનભાઈ તરફથી સહયોગ મળ્યો હતો.
પ્રસંગે પ્રિન્સિપાલ જીતુભાઈ બાગુલ, સામાજિક આગેવાનો રમીલાબેન અને નરોત્તમભાઈ, મંડાળા ગ્રામ પંચાયતના સરપંચ જયદીપભાઈ, ડેડિયાપાડા તાલુકા પંચાયત સભ્ય અજયભાઈ તેમજ ચીકદા તાલુકા પંચાયત સભ્ય અજીતભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રમતગમત ક્ષેત્રે આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન સંજયભાઈ વસાવા અને ભરાડા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને રમતપ્રેમીઓના સહયોગથી ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
