News of Sunday, 19th July 2026
અમદાવાદમાં ૨૫મી ડિસેમ્બરથી ભવ્ય ‘કાંકરિયા કાર્નિવલ’નો પ્રારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરાવશે ઉદ્ઘાટન
સાત દિવસમાં કિંજલ દવે, ગીતા રબારી, સાંઈરામ દવે સહિતના ગુજરાતના પ્રખ્યાત 200 કલાકારો પ્રસ્તુતિ કરશે: રાત્રીના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ લેસર શો, ડ્રોન શો, આતશબાજી સહિતના અન્ય કાર્યક્રમો યોજાશે: આ ઉપરાંત લાફિંગ ક્લબનો ઉપયોગ, નેલ સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધા યોજાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી તારીખ ૨૫મી ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બર દરમિયાન શહેરના સુપ્રસિદ્ધ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ભવ્ય ‘કાંકરિયા કાર્નિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવશે.
આ અંગે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપતા AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનદેવાંગભાઈ દાણી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરીજનોના મનોરંજન માટે વિવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્ટેડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, અમદાવાદમાં આ વખતે 15મા કાંકરિયા કાર્નિવલનું આગામી 25 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે. કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લેસર-ડ્રોન શો, લોક ડાયરો સહિત અનેક કાર્યક્રમો યોજાવામાં આવે છે. આ વખતે કાંકરિયા કાર્નિવલના સાત દિવસમાં કિંજલ દવે, ગીતા રબારી, સાંઈરામ દવે સહિતના ગુજરાતના પ્રખ્યાત કલાકારો પોતાના પ્રસ્તુતિ કરશે. જ્યારે રાત્રીના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ લેસર શો, ડ્રોન શો, આતશબાજી સહિતના અન્ય કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત લાફિંગ ક્લબનો ઉપયોગ, નેલ સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધા યોજાશે.
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
