<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

નાનીબોરૂ ગામે મંગળવારથી પિતૃઓના મોક્ષાર્થે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના પૂ. વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને કથાની અમૃતવર્ષા : હાલાણી ચેરિટેબલ ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા સુંદર આયોજન : પૂર્ણાહુતિ આગામી સોમવાર, ૧ જૂન ૨૦૨૬ ના રોજ

 જાળિયા:  ધોળકા તાલુકાના નાનીબોરૂ ગામે સમસ્ત ગ્રામજનોના પિતૃઓના મોક્ષાર્થે આગામી સમયમાં એક ભવ્ય અને દિવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કથા શ્રવણનો લાભ શ્રદ્ધાળુઓને શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના પૂ. વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને મળનાર છે, જેઓ પોતાના મુખેથી સપ્તાહ દરમિયાન સંગીતમય શૈલીમાં કથાની અમૃતવર્ષા કરશે.

હાલાણી એજ્યુકેશનલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા કરવામાં આવેલા સુવ્યવસ્થિત આયોજન મુજબ, આ ધાર્મિક મહોત્સવનો મંગળવાર, ૨૬ મે ૨૦૨૬ ના રોજ ભક્તિસભર માહોલમાં પ્રારંભ થશે. જ્યારે આ ભક્તિમય જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ આગામી સોમવાર, ૧ જૂન ૨૦૨૬ ના રોજ નિયત ધાર્મિક વિધિઓ સાથે કરવામાં આવશે.

આ આધ્યાત્મિક મહોત્સવને સફળ બનાવવા માટે હાલાણી પરિવારની સાથે સાથે ગામના તમામ અગ્રણીઓ અને સમસ્ત ગ્રામજનો ભારે ઉત્સાહ અને ધાર્મિક ભક્તિભાવ સાથે સંકલન સાધીને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. કથાના પ્રારંભને લઈને સમગ્ર પંથકના શ્રદ્ધાળુઓમાં ભારે હરખની હેલી જોવા મળી રહી છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(5:19 PM IST)