તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
પશુપાલકોને રાહત આપવા માટે થરાદ અને રાહ તાલુકામાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ
પશુપાલકોને માત્ર રૂ. 2 પ્રતિ કિલોના ભાવે ઘાસચારો અપાશે :એક પશુ દીઠ દરરોજ 4 કિલોની મર્યાદા મુજબ 15 દિવસનો ઘાસચારો વિતરણ કરાશે

વાવ-થરાદ જિલ્લામાં પશુપાલકોને રાહત આપવા માટે થરાદ અને રાહ તાલુકામાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. આ કેન્દ્રો પરથી પશુપાલકોને માત્ર રૂ. 2 પ્રતિ કિલોના ભાવે ઘાસચારો આપવામાં આવશે. એક પશુ દીઠ દરરોજ 4 કિલોની મર્યાદા મુજબ 15 દિવસનો ઘાસચારો વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત, એક પશુપાલક વધુમાં વધુ પાંચ પશુ માટે જ ઘાસચારો મેળવી શકશે. પશુપાલકોને સસ્તા ભાવે ઘાસચારો ઉપલબ્ધ થતાં પશુઓના નિભાવ ખર્ચમાં રાહત મળવાની આશા છે. ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ થતાં સ્થાનિક પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વ્યવસ્થાથી ઘાસચારાની અછતનો સામનો કરી રહેલા પશુપાલકોને મદદ મળશે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
