<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

હરિત પહેલ : વિરમગામ ખાતે વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો દ્વારા 500થી વધારે સીડબોલ ફેંકવામાં આવ્યા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ દ્વારા વિરમગામ ખાતે કાર્યરત શૈક્ષણિક કેન્દ્રના બાળકોએ સીડબોલ બનાવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા વિરમગામ ખાતે ચલાવવામાં આવતા વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો માટેના શૈક્ષણિક કેન્દ્રના બાળકો દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે હરિત પહેલ હાથ ભરવામાં આવી છે. નીલકંઠભાઇ વાસુકિયા અને દિલીપભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક કેદ્રના બાળકો દ્વારા 500 થી વધારે સીડબોલ બનાવવામાં આવ્યા હતા. આ સીડબોલ રવિવારે વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોના હાથે જ વૃક્ષ ઉગી શકે તેવી જગ્યાઓ અને રોડની બાજુમાં ફેંકાવવામાં આવ્યા હતા.   બાળકોને પર્યાવરણ બચાવવા માટે વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું અને સીડબોલ કઈ રીતે બનાવવા તેની માહિતી આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા બાળકો દ્વારા લીંબોળીઓ એકત્રિત કરવામાં આવી હતી અને પછી સીડબોલ બનાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદનું પાણી મળતા માટી ઓગળશે અને બીજમાંથી છોડ અંકુરિત થશે. નાના બાળકોમાં છોડમાં રણછોડનો ભાવ જગાવવામાં આવ્યો હતો. ગણતરીની મિનિટોમાં જ બાળકો દ્વારા 500 થી વધારે સીડબોલ ફેંકી હરિયાળુ પર્યાવરણ સર્જવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું અને આ કાર્ય પૂર્ણ થયા બાદ તેમના ચહેરા પર જોવા મળેલો અનેરો આનંદ સૌ માટે પ્રેરણા રૂપ બન્યો છે

(7:46 PM IST)