<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

સુરતના પલસાણામાં દક્ષિણ ગુજરાત સુરત આહીર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન:હર્ષભાઈ સંઘવીએ નવયુગલોને આશીર્વાદ આપ્યા

અંદાજે 18 જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં પાડી લગ્નગ્રંથિએ જોડાયા:નાયબ મુખ્યમંત્રીએ આહીર સમાજની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી

સુરતના પલસાણા સ્થિત મણીબા આહીર હોલ ખાતે દક્ષિણ ગુજરાત સુરત આહીર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 26મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ  ખાસ હાજરી આપીને નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ આયોજનમાં અંદાજે 18 જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં પાડી લગ્નગ્રંથિએ જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રીએ આહીર સમાજની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી અને નવપરિણીત યુગલોના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી

 

(10:42 PM IST)