તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં GSRTC દ્વારા ૩૦,૦૦૦ એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન : ૧૩ લાખથી વધુ માઈભક્તોએ બસ સેવાનો લાભ લીધો
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ એસ.ટી. નિગમનું સુચારૂ આયોજન : સાત દિવસના ટૂંકા ગાળામાં જીએસઆરટીસીને રૂ. ૯.૫૧ કરોડની આવક થઈ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: અંબાજી ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે વ્યાપક પરિવહન વ્યવસ્થા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ નિગમ દ્વારા કુલ ૩૦,૦૦૦ એક્સ્ટ્રા ટ્રીપનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું, જેનો લાભ ૧૩.૦૪ લાખથી વધુ મુસાફરોએ લીધો હતો.
રાજ્યભરમાંથી અંબાજી પહોંચતા માઈભક્તોની સતત વધતી ભીડને પહોંચી વળવા માટે એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસો ફાળવીને આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી હતી. નિગમની આ વિશેષ બસ સેવાઓને દર્શનાર્થીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. માઈભક્તોના આ ઉત્સાહપૂર્ણ સહકાર અને વિશ્વાસના પરિણામે સાત દિવસના ટૂંકા સમયગાળા દરમિયાન જીએસઆરટીસીને રૂ. ૯.૫૧ કરોડની આવક પ્રાપ્ત થઈ છે.
નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વ અને એસ.ટી. નિગમના અધિકારીઓ તેમજ કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની મહેનતના કારણે આ ભવ્ય મેળાનું પરિવહન આયોજન સંપૂર્ણપણે સફળ રહ્યું હતું. મુસાફરોની સુરક્ષા, સમયપાલન અને સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખીને લાખો શ્રદ્ધાળુઓને સમયસર અને સલામત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવ્યા હતા.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
