News of Tuesday, 30th June 2026
ભારતની આર્થિક વ્યવસ્થામાં એક ઐતિહાસિક સુધારો એટલે જીએસટી : ૧લી જુલાઈ ૨૦૧૭ થી શરૂ થયો હતો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ
આજે જીએસટીનો જન્મદિવસ : આજે ૯ વર્ષ થયા પૂર્ણ, જીએસટી આવકની દૃષ્ટિએ ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ભારત માં જીએસટી એક દેશ, એક કર..વસ્તુ અને સેવા કર એ ભારત ની પરોક્ષ કર વ્યવસ્થામાં થયેલો સૌથી મોટો અને ઐતિહાસિક સુધારો માનવામાં આવે છે.
૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ સમગ્ર દેશમાં જીએસટી અમલ માં આવ્યો હતો , તેનો મુખ્ય હેતુ દેશભર માં એકસમાન કર પ્રણાલી અમલ માં મૂકી ને વેપાર ને સરળ, પારદર્શક અને આધુનિક બનાવવા નો હતો.
જીએસટી લાગુ થયા પહેલાં દરેક રાજ્યમાં અલગ-અલગ કર ના નિયમો હતા, જેના કારણે વેપારીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
જીએસટી પહેલાં કેન્દ્ર અને રાજ્ય સરકારો અલગ-અલગ પ્રકારના પરોક્ષ કર વસૂલતી હતી , તેમાં કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, વેટ , સેન્ટ્રલ સેલ્સ ટેક્સ , એન્ટ્રી ટેક્સ, ઓક્ટ્રોય , લક્ઝરી ટેક્સ, મનોરંજન કર અને ખરીદી કર જેવા અનેક કરો નો સમાવેશ થતો હતો , એક જ વસ્તુ પર અલગ-અલગ તબક્કે કર લાગતા હોવાથી ‘ટેક્સ પર ટેક્સ'ની સ્થિતિ ઊભી થતી હતી, જેના કારણે વસ્તુઓ અને સેવાઓ મોંઘી બનતી હતી.
આ સમસ્યા ને દૂર કરવા માટે ભારત સરકારે ૧૦૧ મા બંધારણીય સુધારા દ્વારા જીએસટી માટે નો માર્ગ મોકળો કર્યો , ત્યાર બાદ સંસદે જીએસટી સંબંધિત કાયદા પસાર કર્યા અને ૩૦ જૂન, ૨૦૧૭ ની મધ્ય રાત્રિ એ સંસદના સેન્ટ્રલ હોલ માં વિશેષ સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી ની ઉપસ્થિતિમાં જીએસટીનો ઐતિહાસિક પ્રારંભ કરવામાં આવ્યો અને ૧ લી જુલાઈ, ૨૦૧૭ થી સમગ્ર દેશમાં જીએસટી અમલમાં આવ્યો.
હવે જો આપણે આના વિશે વધુ જોઈએ તો,ભારતમાં જીએસટીનો વિચાર પ્રથમ વખત વર્ષ ૨૦૦૦માં આવ્યો હતો, પરંતુ તેના અમલ માટે ઘણા વર્ષો સુધી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સહમતિ બની શકી નહોતી , વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી જીએસટીને પ્રાથમિકતા આપવામાં આવી અને તેને અમલમાં લાવવા માટે ઝડપી પ્રયાસો કરવામાં આવ્યા.
રાજ્યો સાથે સતત ચર્ચા
નરેન્દ્ર મોદી ના નેતળત્વ હેઠળ કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યો ના મુખ્યમંત્રી ઓ અને નાણામંત્રી ઓ સાથે અનેક બેઠકો યોજી , ઘણા રાજ્યો ને આવક માં ઘટાડાની ચિંતા હતી , કેન્દ્ર સરકારે રાજ્યોને વિશ્વાસ અપાવ્યો કે જો જીએસટીના કારણે આવકમાં ઘટાડો થશે તો પાંચ વર્ષ સુધી વળતર આપવામાં આવશે, આ વિશ્વાસ થી અનેક રાજ્યો સહમત થયા.
રાજકીય સહમતિ બનાવવાનો પ્રયાસ જીએસટી
લાગુ કરવા માટે માત્ર સરકાર નો નિર્ણય પૂરતો ન હતો. કારણ કે આ માટે ભારત ના બંધારણ માં સુધારો જરૂરી હતો , વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા, સંસદ માં સહમતિ અને રાજ્યોની મંજૂરી મેળવવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા.
૧૦૧મો બંધારણીય સુધારો જીએસટીનો માર્ગ મોકળો કરવા માટે ૧૦૧મો બંધારણીય સુધારો સંસદે પસાર કર્યો , ત્યારબાદ દેશ ના અડધા થી વધુ રાજ્યો એ પણ તેને મંજૂરી આપી અને ત્યાર પછી તે કાયદો બન્યો.
જીએસટી કાઉન્સિલની રચના, જીએસટી લાગુ થાય તે પહેલાં જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી, આ કાઉન્સિલમાં કેન્દ્ર અને તમામ રાજ્યોને સમાન રીતે નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર બનાવવામાં આવ્યા.
વેપારી ઓ અને ઉદ્યોગો સાથે સંવાદ, કેન્દ્ર સરકારે વેપારી સંગઠનો, ઉદ્યોગ મંડળો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કર નિષ્ણાતો સાથે ચર્ચા કરીને નિયમો માં જરૂરી ફેરફારો કર્યા.
ડિજિટલ માળખું તૈયાર કરવું, જીએસટી અમલ માં આવે તે પહેલાં, જીએસટી નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું, જેથી નોંધણી, રિટર્ન અને કર ચુકવણી સંપૂર્ણ પણે ઑનલાઇન થઈ શકે, શરૂઆત માં વેપારી ઓ ના એક વર્ગે નવા નિયમો ને લઈને વિરોધ અને ચિંતા વ્યક્ત કરી, અમલીકરણના પ્રથમ મહિનાઓમાં ટેકનિકલ સમસ્યાઓ અને રિટર્ન ફાઈલિંગ અંગે મુશ્કેલી ઓ આવી, વિરોધ પક્ષોએ પણ જીએસટીના અમલીકરણ અંગે સરકારની ટીકા કરી, કેન્દ્ર સરકારે નિયમોમાં અનેક સુધારા કર્યા, નાના વેપારી ઓ માટે રાહતો જાહેર કરી અને જીએસટી કાઉન્સિલ દ્વારા સમયાંતરે કર ના દરોમાં ફેરફાર કર્યા.
રાજકીય દૃષ્ટિ એ નરેન્દ્ર મોદી એ જીએસટીને દેશવ્યાપી સુધારા તરીકે આગળ ધપાવ્યો અને તેના માટે લાંબી ચર્ચા, સહમતિ અને સંકલન -ક્રિયા નું નેતળત્વ કર્યું , જીએસટી ની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ડેસ્ટિનેશન બેઇઝ્ડ ટેક્ષ છે એટલે કે, કર ની આવક જે રાજ્ય માં વસ્તુ અથવા સેવા નો અંતિમ વપરાશ થાય છે, તે રાજ્યને મળે છે, આપણે ત્યાં ચાર પ્રકારનો જીએસટી છે
* સિજીએસટી (Central GST) કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવે છે.
* એસજીએટી
(State GST) રાજ્ય સરકાર દ્વારા રાજ્ય ની અંદર ના વ્યવહારો પર વસૂલવામાં આવે છે.
* આઈજીએસટી
(Integrated GST) એક રાજ્યમાં થી બીજા રાજ્ય માં માલ અથવા સેવા વેચાય ત્યારે વસૂલવામાં આવે છે.
* જ્યારે યુટીજીએસટી
(Union Territory GST) કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ પડે છે.
જીએસટી હેઠળ મુખ્યત્વે અલગ અલગ દર નક્કી કરવામાં આવ્યા છે, આવશ્યક ચીજવસ્તુ ઓ પર સામાન્ય રીતે શૂન્ય અથવા ઓછો કર હોય છે, જ્યારે વૈભવી વસ્તુઓ અને કેટલીક ખાસ વસ્તુઓ પર વધુ કર લાગુ પડે છે, જીએસટી ની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા ઇનપુટ ટેક્ષ ક્રેડિટ (ITC) છે , વેપારી જ્યારે માલ ખરીદે ત્યારે ચૂકવેલો જીએસટી, તે માલ વેચતી વખતે ભરવાના જીએસટીમાંથી બાદ કરી શકે છે , આ વ્યવસ્થાના કારણે એક જ વસ્તુ પર વારંવાર કર લાગતો નથી અને વેપારીઓ પરનો કરનો બોજ ઘટે છે.
જીએસટીનો અમલ થયા પછી સમગ્ર દેશમાં ઈ-વે બિલ અને ઈ-ઇન્વોઇસ જેવી ડિજિટલ વ્યવસ્થા ઓ શરૂ કરવામાં આવી, પરિણામે માલસામાનના પરિવહનમાં ઝડપ આવી, ચેકપોસ્ટ પરનો સમય ઘટયો અને કરચોરી પર નિયંત્રણ મેળવવામાં મદદ મળી.
જીએસટી સંબંધિત તમામ મહત્વના નિર્ણયો જીએસટી કાઉન્સિલ દ્વારા લેવા માં આવે છે, આ કાઉન્સિલ ના અધ્યક્ષ કેન્દ્રીય નાણામંત્રી હોય છે, જ્યારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રી ઓ અથવા તેમના પ્રતિનિધિ ઓ સભ્ય તરીકે જોડાયેલા હોય છે , કરના દરોમાં ફેરફાર, નવી વસ્તુઓ નો સમાવેશ, છૂટછાટ અને અન્ય નીતિગત નિર્ણયો આ કાઉન્સિલ દ્વારા સર્વસંમતિથી લેવામાં આવે છે.
જીએસટીના અમલ થી વેપાર કરવો સરળ બન્યો છે, સમગ્ર દેશ એક જ બજાર તરીકે વિકસ્યો છે, કર વ્યવસ્થામાં પારદર્શિતા વધી છે, ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન મળ્યું છે અને કરચોરી ઘટાડવા માં પણ નોંધપાત્ર મદદ મળી છે , જો કે શરૂઆત ના સમયમાં નાના વેપારી ઓ માટે ઓનલાઈન રિટર્ન, ટેક્રિકલ સમસ્યા ઓ અને નિયમોમાં થતા વારંવારના ફેરફારો પડકારરૂપ રહ્યા હતા, પરંતુ સમય જતાં સરકાર દ્વારા તેમાં સુધારા કરવામાં આવ્યા છે.
આજે જીએસટી ભારત ની આર્થિક વ્યવસ્થા નો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બની ગયો છે. ‘‘એક દેશ - એક કર - એક બજાર''ના વિચારને સાકાર કરનાર આ સુધારા એ ભારતની પરોક્ષ કર વ્યવસ્થાને વધુ સરળ, પારદર્શક, આધુનિક અને કાર્યક્ષમ બનાવી છે , વેપાર ને પ્રોત્સાહન આપવા ની સાથે ગ્રાહકો અને સરકાર - બંને માટે વધુ સુવ્યવસ્થિત કર પ્રણાલી ઊભી કરવામાં જીએસટી નું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
આર્થિક આવકની દૃષ્ટિ એ જોઈએ તો ૧ લી જુલાઈ ૨૦૧૭ થી સમગ્ર ભારત માં જીએસટી નો અમલ કરવા માં આવ્યો હતો , આ કર વ્યવસ્થા લાગુ થયા બાદ ભારતની કર વસૂલાતમાં સતત વધારો નોંધાયો છે , જીએસટી નો મુખ્ય હેતુ માત્ર કર પ્રણાલીને સરળ બનાવવાનો જ નહોતો, પરંતુ કરચોરી ઘટાડવી, વેપારને પારદર્શક બનાવવો અને કેન્દ્ર તથા રાજ્ય સરકારોની આવકમાં સ્થિર વધારો કરાવવાનો પણ હતો, જીએસટી અમલમાં આવ્યા પછી દેશના લાખો વેપારી ઓ અને ઉદ્યોગો એક જ ડિજિટલ કર વ્યવસ્થા સાથે જોડાયા, ઈ-વે બિલ, ઈ-ઇન્વોઇસ અને ઓનલાઈન રિટર્ન જેવી વ્યવસ્થાઓને કારણે કર વસૂલાત વધુ પારદર્શક બની અને કરચોરી પર નોંધપાત્ર અંકુશ આવ્યો. પરિણામે દર વર્ષે જીએસટી માંથી મળતી આવક માં સતત વધારો થતો ગયો.
વર્ષ ૨૦૧૭-૧૮ (જીએસટી અમલ પછીના પ્રથમ નવ મહિના) દરમિયાન આશરે રૂ.૭.૨ લાખ કરોડ ની વસૂલાત થઈ હતી. ત્યારબાદ ૨૦૧૮-૧૯ માં આશરે રૂ.૧૧.૮ લાખ કરોડ, ૨૦૧૯-૨૦માં રૂ.૧૨.૨ લાખ કરોડની વસૂલાત થઈ. વર્ષ ૨૦૨૦-૨૧માં કોરોના મહામારી ને કારણે વેપાર અને ઉદ્યોગો પર અસર પડતાં વસૂલાત ઘટીને આશરે રૂ.૧૧.૪ લાખ કરોડ રહી. પરંતુ અર્થવ્યવસ્થા ફરી ગતિ માં આવતાં વર્ષ ૨૦૨૧-૨૨માં વસૂલાત વધી ને રૂ.૧૪.૮ લાખ કરોડ થઈ, વર્ષ ૨૦૨૨-૨૩ માં રૂ.૧૮.૧ લાખ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪ માં ?૨૦.૨ લાખ કરોડ અને વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂ.૨૨ લાખ કરોડ થી વધુ ના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. (ઉપરોક્ત આંકડા ઓ થોડો ફેરફાર હોય શકે છે) જીએસટી આવક માં થયેલા આ વધારાના મુખ્ય કારણો માં વેપાર અને ઉદ્યોગનો વિકાસ, વધુ વેપારીઓનું જીએસટીમાં નોંધણી કરાવવું, ડિજિટલ બિલિંગ નો વધતો ઉપયોગ, ઈ-વે બિલ અને ઈ-ઇન્વોઇસ જેવી વ્યવસ્થાઓનો અમલ, તેમજ કરચોરી સામે સરકારની કડક કાર્યવાહીનો સમાવેશ થાય છે , આ ઉપરાંત દેશની વધતી આર્થિક પ્રવળત્તિઓ એ પણ જીએસટી વસૂલાત માં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
જીએસટીમાંથી મળતી આવકનો ઉપયોગ કેન્દ્ર અને રાજ્ય સરકારો માર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રેલવે, મેટ્રો, શિક્ષણ, આરોગ્ય, કળષિ, સિંચાઈ, ગરીબ કલ્યાણ યોજના ઓ, સંરક્ષણ, આંતરિક સુરક્ષા અને વિવિધ વિકાસલક્ષી યોજના ઓ માટે કરે છે , આ આવક દેશ ના વિકાસ માટે એક મહત્વપૂર્ણ નાણાકીય આધાર બની છે, જીએસટી લાગુ થયા બાદ છેલ્લા કેટલાક વર્ષો માં અનેક વખત એક મહિના ની જીએસટીની વસૂલાત રૂ. ૨ લાખ કરોડ થી વધુ નોંધાઈ છે, જે ભારત ની મજબૂત અર્થવ્યવસ્થા, વધતી કર અનુપાલન અને ડિજિટલ કર વ્યવસ્થાની સફળતા નું -તિબિંબ માનવામાં આવે છે.
આજે જીએસટી ભારતની આર્થિક વ્યવસ્થાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ બની ગયો છે, તેણે કર વ્યવસ્થાને વધુ સરળ, પારદર્શક અને આધુનિક બનાવી છે,સાથે જ સરકારની આવકમાં સતત વધારો કરી ને દેશના વિકાસ અને જનકલ્યાણની યોજનાઓને વધુ મજબૂત નાણાકીય આધાર પૂરો પાડ્યો છે , જીએસટી આશરે ૧.૪ અબજ થી વધુ વસ્તી અને ૨૮ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને એક જ કર વ્યવસ્થા હેઠળ જોડે છે , ઉપરાંત, ભારત ની જીએસટી કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્યો ને સાથે રાખી ને કર સંબંધિત નિર્ણયો લે છે, જે તેની એક અનોખી વિશેષતા છે.
ભારતની અંદર જીએસટી આવક ની દૃષ્ટિ એ મહારાષ્ટ્ર અને કર્ણાટક પછી ગુજરાતનું સ્થાન આવે છે તે દેશ નું ત્રીજા ક્રમનું રાજ્ય છે, આમ ગુજરાત દેશના કુલ જીએસટી માં નોંધપાત્ર યોગદાન આપે છે અને ભારતના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
