તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
સુરતમાં GSTના દરોડા યથાવત, વેસુના બિલ્ડર સહિત ત્રણ વેપારીઓ પાસેથી રૂ.3 કરોડની કરચોરી ઝડપાઈ
વરાછા, વેસુ, ભટાર અને કતારગામ વિસ્તારના કેટલાક વેપારીઓ હાલ જીએસટી વિભાગના રડાર પર

સુરતમાં ટેક્સચોરી સામે કેન્દ્રીય જીએસટી (CGST) વિભાગનું વિશેષ અભિયાન સતત ચાલુ છે. સ્પેશિયલ ડેટા એનાલિસિસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે કરવામાં આવેલી તપાસમાં બુધવારે વેસુના બિલ્ડર, હોટલ ગ્રુપ અને રિંગરોડના કાપડ વેપારી સહિત ત્રણ સ્થળોએ દરોડા પાડીને અંદાજે રૂ.3 કરોડની કરચોરી ઝડપાઈ છે.
સીજીએસટીની પ્રિવેન્ટિવ ટીમની તપાસ દરમિયાન વેસુ સ્થિત એક બિલ્ડરે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નું જરૂરી રિવર્સલ ન કરતાં રૂ.2.22 કરોડની કરચોરી સામે આવી હતી. ઉપરાંત વેસુ અને ચીખલીમાં હોટલ વ્યવસાય ધરાવતા એક ગ્રુપ દ્વારા ભરવાપાત્ર જીએસટી જમા ન કરાતા વિભાગે રૂ.49 લાખની કરચોરી શોધી કાઢી હતી.
આ ઉપરાંત રિંગરોડના એક કાપડ વેપારીની તપાસમાં રૂ.30 લાખની કરચોરી ઝડપાઈ હોવાનું અધિકારીક સૂત્રોએ જણાવ્યું છે.
વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર વરાછા, વેસુ, ભટાર અને કતારગામ વિસ્તારના કેટલાક વેપારીઓ હાલ જીએસટી વિભાગના રડાર પર છે. આગામી દિવસોમાં પણ ટેક્સચોરી સામેની કાર્યવાહી વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
