<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

ચોમાસા પૂર્વે ગુજરાત એલર્ટ: 'ઝીરો કેઝ્યુઆલિટી'ના લક્ષ્ય સાથે વહીવટીતંત્ર સજ્જ

પ્રિ-મોનસૂનની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ: ઉચ્ચ સનદી અધિકારીઓ, પોલીસ મહાનિર્દેશક, મુખ્ય વન સંરક્ષક સહિત વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર :મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ તથા વિભાગોની પ્રિ-મોનસૂનની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ઉચ્ચ સનદી અધિકારીઓ, પોલીસ મહાનિર્દેશક, મુખ્ય વન સંરક્ષક સહિત વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં વહીવટી-તંત્ર ચોમાસા પૂર્વે 'ઝીરો કેઝ્યુઆલિટી'ના લક્ષ્ય સાથે સજ્જ છે, તેમ મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું હતું. મુખ્ય સચિવશ્રીએ રાજ્યમાં ચોમાસાના આગમનની સંભાવનાને ધ્યાને રાખીને તમામ વિભાગોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનના અસરકારક અમલીકરણ માટે તાકીદ કરી હતી. તેમણે ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં રાજ્યના નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે જરૂરી ચીજ-વસ્તુઓ, દવાઓ અને પુરવઠાનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. મુખ્ય સચિવએ ચોમાસાના આગમન પૂર્વે રાજ્ય, જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ તાત્કાલિક અસરથી શરૂ કરવાની સૂચના પણ આપી હતી.

(1:08 AM IST)