તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
ગુજરાત ખેતી જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબતનું સુધારા વિધેયક સર્વસંમતિથી પસાર
દંડ કે પ્રીમિયમ વગર વ્યવહારો આપોઆપ નિયમિત ગણાશે. NA મંજૂરી અટકેલા લાખો ખાતેદારોને રાહત મળવાની શક્યતા. સંબંધિત પેન્ડિંગ કેસો રદ કરવાની જોગવાઈ. સરકારને સ્થાનિક સ્તરે ‘સ્ટાન્ડર્ડ એરિયા’ નક્કી કરવાની સત્તા મળશે. જમીનના સોદામાં હવે એ જ દિવસે નામ ચઢશે

ગાંધીનગર : ગુજરાત ખેતી જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબતનું સુધારા વિધેયક સર્વસંમતિથી પસાર થયું છે. ટુકડા જમીન દંડ કે પ્રીમિયમ વગર નિયમિત થશે. ‘ટુકડા જમીન ધારા-1947’માં મહત્વના સુધારા વિધેયક પ્રસાર. 29 જાન્યુઆરી 1948થી 31 માર્ચ 2026 સુધીના ચોક્કસ ગેરકાયદે વિભાજન કે, ટ્રાન્સફર નિયમિત કરવાની જોગવાઈ છે. દંડ કે પ્રીમિયમ વગર વ્યવહારો આપોઆપ નિયમિત ગણાશે. NA મંજૂરી અટકેલા લાખો ખાતેદારોને રાહત મળવાની શક્યતા. સંબંધિત પેન્ડિંગ કેસો રદ કરવાની જોગવાઈ. સરકારને સ્થાનિક સ્તરે ‘સ્ટાન્ડર્ડ એરિયા’ નક્કી કરવાની સત્તા મળશે. જમીનના સોદામાં હવે એ જ દિવસે નામ ચઢશે. ચોક્કસ શરતો પૂર્ણ થતી હોય તો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજના આધારે એ જ દિવસે મ્યુટેશન એન્ટ્રી. પ્રક્રિયામાં વિલંબ ઘટાડવા સરકારની નવી જોગવાઈ. વેચાણ દસ્તાવેજ પહેલાં ઓછામાં ઓછા 1 વર્ષથી રેકોર્ડ ઓફ રાઇટ્સમાં ફેરફાર ન થયેલો હોવો જરૂરી. રેકોર્ડમાં રહેલા તમામ વ્યક્તિઓના નામે વેચાણ દસ્તાવેજ હોવો જરૂરી. જમીન અંગે કોર્ટ, ટ્રિબ્યુનલ કે સક્ષમ સત્તા સમક્ષ કોઈ વિવાદ પેન્ડિંગ ન હોવો જોઈએ
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
