<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ રાજકોટ ખાતે પાન હેલ્થની મુલાકાત લીધી : મેક ઇન ઇન્ડિયાને બિરદાવ્યું

આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતા પાન ગ્રુપના પ્રયાસો પ્રશંસનીય : મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત

રાજકોટ તા.૧૭ : ગુજરાત પ્રદેશ ભાજપા  ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે રાજકોટ ખાતે પાન હેલ્થની મુલાકાત લઈ પ્રોડક્શનની કામગીરી પ્રત્યક્ષ નિહાળી હતી. તેમણે ફેક્ટરીમાં ચાલતી વિવિધ પ્રક્રિયાઓ અને અત્યાધુનિક મશીનરીની કામગીરી જોઈને સંતોષ વ્યક્ત કર્યો હતો.

 

આ અંગે તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં પાન ગ્રુપનું યોગદાન ખરેખર પ્રશંસનીય છે. અત્યાધુનિક સુવિધાઓ સાથે સ્વાસ્થ્ય અને હાઇજીન ક્ષેત્રે વૈશ્વિક સ્તરના ઉત્પાદનો ભારતમાં જ તૈયાર કરી આ કંપની દેશના અર્થતંત્ર અને રોજગારીને બળ પૂરું પાડી રહી છે. ભારતમાં જ બનીને વિશ્વભરમાં નિકાસ થતા ઉત્પાદનો દેશનું ગૌરવ વધારી રહ્યા છે.

 

આ અવસરે તેઓએ પાન ગ્રુપના ચેરમેન શ્રી મનસુખભાઈ પાન સાથે મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી હતી. તેમણે પાન ગ્રુપના ભવિષ્યના વિસ્તરણ અને નવા પ્રોજેક્ટ માટે શુભેચ્છાઓ આપી હતી.

 

આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, રાજકોટ જિલ્લા ભાજપા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા સહિત આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત સૌએ કંપનીની કામગીરીની પ્રશંસા કરી હતી અને મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનોને વધુ પ્રોત્સાહન આપવાની હિમાયત કરી હતી.

(4:33 PM IST)