તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રભારી તરુણ ચુગની ગાંધીનગરમાં દિવંગત પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવાર સાથે આત્મીય મુલાકાત

ગાંધીનગર : ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રભારી તરુણ ચુગ આજે ગાંધીનગર ખાતે દિવંગત પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં તેમણે અંજલીબેન રૂપાણી અને ઋષભભાઈ રૂપાણી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમની સાથે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક દરમિયાન અત્યંત હૃદયસ્પર્શી અને સંસ્મરણાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું. શ્રી તરુણ ચુગે સ્વ. વિજયભાઈ રૂપાણી સાથેના પોતાના વર્ષો જૂના ગાઢ સંબંધોને યાદ કર્યા હતા. તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકર્તા તરીકે સાથે વિતાવેલા દિવસો, તેમજ પંજાબ અને જમ્મુ-કાશ્મીરની વિવિધ ચૂંટણીઓ વખતે સાથે મળીને કરેલી સંગઠનાત્મક કામગીરીના સંસ્મરણો વાગોળ્યા હતા. આ મુલાકાતમાં પક્ષના વરિષ્ઠ નેતાઓએ સ્વ. વિજયભાઈ રૂપાણીની રાષ્ટ્રનિષ્ઠા, પ્રજાલક્ષી કાર્યશૈલી અને પક્ષ પ્રત્યેના અવિરત સમર્પણને યાદ કરીને તેમને ભાવાંજલિ અર્પણ કરી હતી.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
