<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ગુજરાત શિક્ષણ વિભાગે છાત્રોની સેફ્ટીમાં બેદરકાર રહેતા આચાર્યો સામે કડક પગલાં લેવાશે

:સ્કૂલોમાં ફાયર સેફ્ટી ન હશે તો એડમિશન અટકશે, મોકડ્રિલનો રિપોર્ટ પણ ફરજિયાત

મદાવાદ :ગુજરાત શિક્ષણ વિભાગે હાઈકોર્ટના નિર્દેશ મુજબ શાળાઓ માટે ફાયર સેફ્ટીના કડક નિયમો જાહેર કર્યા છે. માન્ય NOC વગરની શાળાઓમાં નવા એડમિશન અટકાવી શકાશે.

પ્રિન્સિપાલે સાધનોની ચકાસણી કરી સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે અને દર છ માસે મોકડ્રિલ ફરજિયાત છે.
સુરક્ષામાં ક્ષતિ જણાશે તો પ્રિન્સિપાલ જવાબદાર ઠરશે અને ડીઇઓ (DEO) દ્વારા શાળાની માન્યતા રદ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે.
વાલીએ આ પ્રશ્ન ખાસ પૂછવા
તમારી સ્કૂલ પાસે ફાયર વિભાગનું લેટેસ્ટ NOC સર્ટિફિકેટ છે? તે અમને જોવા મળી શકે અથવા નોટિસ બોર્ડ પર મૂકેલું છે?
આકસ્મિક આગ લાગે ત્યારે બાળકોને સુરક્ષિત રીતે બહાર કેવી રીતે કાઢવા, તેની પ્રેક્ટિસ (મોકડ્રિલ) તમે છેલ્લે ક્યારે કરી હતી? તેનો કોઈ રિપોર્ટ કે ફોટા છે?
જો કટોકટીનો સમય આવે, તો તમારા કેટલા શિક્ષકો અને પટાવાળાને આગ ઓલવવાના બાટલા વાપરવાની સાચી ટ્રેનિંગ મળી છે?
જો ઉપરના માળે આગ લાગે, તો બાળકો કયા રસ્તેથી નીચે આવશે? શું ઈમરજન્સી એક્ઝિટનો રસ્તો હંમેશા ખુલ્લો અને અવરોધ વગરનો હોય છે?
{ શોર્ટ સર્કિટ ન થાય તે માટે તમે સ્કૂલના વાયરિંગ અને સ્વીચબોર્ડનું કોઈ સરકારી કે પ્રાઈવેટ એજન્સી પાસે ચેકિંગ કરાવ્યું છે?
નોંધઃ જો પ્રિન્સિપાલ આ પ્રશ્નોના જવાબ આપવામાં ખચકાટ અનુભવે અથવા સંતોષકારક જવાબ ન આપે, તો સમજવું કે ત્યાં સુરક્ષામાં ક્યાંક ખામી છે. તમે આ બાબતે ડીઇઓ (DEO) કચેરીમાં પણ પૃચ્છા કરી શકો છો.

(11:23 AM IST)