હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતમાં જન્મથી ૧૮ વર્ષ સુધીના દરેક બાળકનો હેલ્થ પાસપોર્ટ બનશે
દર વર્ષે ૧.૮૯ કરોડ બાળકોનું ચેકઅપ કરી પાસપોર્ટ તૈયાર કરાશે : મેડિકલ હિસ્ટ્રી, બીમારીઓનું ટ્રેકિંગ હવે એક જ ડોક્યુમેન્ટમાં

અમદાવાદ,તા.૦૨: ગુજરાતમાં ૨૭ જૂન ૨૦૨૬થી 'સ્કૂલ હેલ્થ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ' (SH-RBSK) હેઠળ જન્મથી ૧૮ વર્ષ સુધીના દરેક બાળક માટે 'હેલ્થ પાસપોર્ટ' આપવાની રાજ્યવ્યાપી શરૂઆત કરાઈ છે. આ કોઈ સામાન્ય હેલ્થ કાર્ડ નથી, પરંતુ બાળકના જન્મથી લઈને કિશોરાવસ્થા સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી દર્શાવતો એક પ્રમાણભૂત દસ્તાવેજ બનશે, જે અગાઉ સરકારે બનાવેલા 'આભા કાર્ડ'ની જેમ જ અત્યંત ઉપયોગી નીવડશે. રાજ્યમાં SH-RBSK હેઠળ ૯૯૨ મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા
દર વર્ષે અંદાજે ૧.૮૯ કરોડ બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે. આ તમામ ચેકઅપ્સનો રેકોર્ડ ડિજિટલ પોર્ટલ પર ઉપલબ્ધ હોવા છતાં, વાલીઓ કે બાળકો પાસે એવું કોઈ ફિઝિકલ ડોક્યુમેન્ટ નહોતું, જેનો ઉપયોગ તેઓ નિયમિત રૂટિન ચેકઅપ કે સારવાર માટે કરી શકે. વાલીઓની સુવિધા માટે આ પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ રખાઈ છે અને કોઈ વધારાના દસ્તાવેજો આપવાના રહેશે નહીં. મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા આંગણવાડી, શાળા, મદરેસા, ગુરુકુલ અને સ્પેશિયલ સ્કૂલોમાં બાળકોનું સ્ક્રીનિગ કરીને સ્થળ
પર જ આ હેલ્થ પાસપોર્ટ અપાશે. ૫ વર્ષ સુધીના કે શાળાએ ન જતા બાળકોના હેલ્થ પાસપોર્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના મેડિકલ ઓફિસર (MO) દ્વારા અને વિદ્યાર્થીઓના કાર્ડ શાળાના પ્રિન્સિપાલ દ્વારા દર વર્ષે રિન્યૂ કરાશે. આ માય ડોક્યુમેન્ટમાં SH-RBSK હેઠળની 4-D કેટેગરી (જન્મજાત ખામીઓ, બીમારીઓ, પોષણની ઉણપ અને વિકાસમાં વિલંબ કે વિકલાંગતા) સહિતની સંપૂર્ણ પર્સનલ મેડિકલ હિસ્ટ્રીની વિગતો એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે, જે ડિજિટલ પોર્ટલ સાથે સંકલિત રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
