News of Monday, 16th November 2026
ગુજરાત ગેસે CNGના ભાવમાં રૂ.૫નો વધારો ઝીંકતા રિક્ષા ચાલક યુનિયન મેદાને
નવા વર્ષના મુહૂર્ત ટાણે જ અચાનક ભાવ વધારો ઝીંકાતા વાહનચાલકો અને રિક્ષાચાલકોમાં ભારે રોષ

અમદાવાદ,તા.૧૬: રાજ્યની સામાન્ય જનતા અને ખાસ કરીને મધ્યમવર્ગીય વાહનચાલકો તેમજ રિક્ષાચાલકો પર મોંઘવારીનો વધુ એક મોટો માર પડ્યો છે. ગુજરાત ગેસ દ્વારા CNG ના ભાવમાં પ્રતિ કિલો રૂ.૫ નો તોતિગ વધારો ઝીંકવામાં આવ્યો છે. નવા વર્ષના મુહૂર્ત ટાણે જ અચાનક ભાવ વધારો ઝીંકાતા વાહનચાલકો અને રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, અગાઉ ગુજરાત ગેસના CNG નો ભાવ પ્રતિ કિલો રૂ.૮૮.૭૬ હતો, જેમાં પ્રતિ કિલો રૂ.૫ નો સીધો વધારો કરવામાં આવતા હવે નવો ભાવ વધીને આશરે રૂ.૯૩.૭૬ પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. બીજી તરફ, અદાણી CNG નો ભાવ રૂ.૧૦૦.૭૭ પ્રતિ કિલો અને ગુજરાત ગેસનો ભાવ રૂ.૯૩.૭૬ થતા ઇંધણના વધતા ભાવોને લઈને ચોતરફથી વિરોધનો સૂર ઉઠ્યો છે.
સાતમના પવિત્ર દિવસે રિક્ષાચાલકોએ પોતાના વાહનો અને ચોપડાનું પૂજન કરીને આજથી નવા વર્ષના ધંધા-રોજગારની શરૂઆત કરી હતી. જોકે, નવા વર્ષમાં મુહૂર્ત થતાની સાથે જ ગુજરાત ગેસ દ્વારા ભાવ વધારાનો ફટકો આપવામાં આવતા રિક્ષાચાલકોની હાલત કફોડી બની છે. CNG ના આ અસહ્ય ભાવ વધારાને લઈને હવે રિક્ષા ચાલક યુનિયન મેદાને ઉતર્યું છે અને ભાવ વધારા સામે ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
