હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતને મળી બે નવી રેલ સેવાની સોગાત : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહેસાણા - બેચરાજી - સાબરમાતી મેમુ અને સાબરમાતી - વારાણસી એક્સપ્રેસને લીલીઝંડી આપી
બહુચરાજી અને કાશી વિશ્વનાથના શ્રદ્ધાળુઓને મળશે વિશેષ લાભ : ઐતિહાસિક રેલ માર્ગ પર ફરી શરૂ થઈ યાત્રી સેવા : ઔદ્યોગિક ક્ષેત્રના કામગારો અને વિદ્યાર્થીઓ માટે પરિવહન સરળ બનશે : માસિક સિઝન ટિકિટથી રાહત

ગાંધીનગર, 30 ઓક્ટોબર: ભારતીય રેલવે દ્વારા ગુજરાતને બે નવી રેલ સેવાની ભેટ આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મહેસાણા-બેચરાજી-સાબરમાતી મેમુ રેલ સેવા તથા સાબરમાતી-વારાણસી એક્સપ્રેસને લીલીઝંડી આપીને રવાના કરી હતી. આ નવી રેલ સેવાઓથી પ્રાદેશિક રેલ કનેક્ટિવિટી મજબૂત થવાની સાથે ધાર્મિક પ્રવાસન અને આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન મળશે.
બેચરાજી રેલવે સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર અને મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ સહિતના અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. સાબરમાતી રેલવે સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદના મહાપૌર હિતેશભાઈ બારોટ, સાંસદ રાજેશ શુક્લા, ધારાસભ્ય અમિતભાઈ શાહ, ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, ધારાસભ્ય જીતેન્દ્ર કુમાર પટેલ, ધારાસભ્ય કૌશિક જૈન, ધારાસભ્ય અમુલ ભટ્ટ, ધારાસભ્ય હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય દિનેશ સિંહ કુશવાહ, ધારાસભ્ય પાયલબેન કુકરાણી, ધારાસભ્ય કંચનબેન રાદડિયા અને અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ સહિતના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઐતિહાસિક રેલ માર્ગ પર યાત્રી સેવા પુનઃ શરૂ:
મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ જણાવ્યું હતું કે સાબરમાતી-બેચરાજી-મહેસાણા મેમુ રેલ સેવા શરૂ થવાથી પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ બહુચર માતા મંદિર આવતા શ્રદ્ધાળુઓ તેમજ બેચરાજી અને આસપાસના ઔદ્યોગિક ક્ષેત્રના કર્મચારીઓ, ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોને મોટી સુવિધા મળશે. આ રેલ માર્ગનો ઐતિહાસિક ઇતિહાસ છે કારણ કે વર્ષ 1908માં બરોડા રિયાસતના સમયમાં આ ક્ષેત્રમાં રેલ સેવા શરૂ થઈ હતી. બાદમાં આમાન પરિવર્તન કાર્યના કારણે મીટર ગેજ પર યાત્રી સેવાઓ બંધ થઈ ગઈ હતી અને ગેજ પરિવર્તન બાદ આ રેલ ખંડ પર માત્ર માલગાડીઓ દોડતી હતી. હવે યાત્રી ટ્રેન સેવા શરૂ થવાથી લોકોને નવો પરિવહન વિકલ્પ મળ્યો છે.
ઔદ્યોગિક ક્ષેત્રના કામગારો અને શ્રદ્ધાળુઓ માટે સુવિધા:
બેચરાજી ક્ષેત્ર ધાર્મિક આસ્થા સાથે ઔદ્યોગિક ગતિવિધિઓ માટે પણ અગત્યનું છે જ્યાં મારુતિ સુઝુકીનું હંસલપુર સ્થિત સંયંત્ર કાર્યરત છે. નવી મેમુ રેલ સેવાના કારણે કર્મચારીઓને અવરજવર માટે અનુકૂળ સાધન મળશે. સાબરમાતી, અમદાવાદ, કલોલ, કડી, કટોસણ રોડ, ચાણસ્મા, રણુજ, મહેસાણા અને બેચરાજી વચ્ચે સીધો સંપર્ક સધાશે.
કિફાયતી માસિક સિઝન ટિકિટથી રાહત:
આ નવી મેમુ ટ્રેનનું ભાડું ખૂબ જ કિફાયતી છે. સાબરમાતીથી બેચરાજીનું ભાડું 25 રૂપિયા, રણુજનું 30 રૂપિયા અને મહેસાણાનું 35 રૂપિયા છે. સાબરમાતીથી બેચરાજી સુધીની મુસાફરી માટે માસિક સિઝન ટિકિટ માત્ર 355 રૂપિયામાં મળશે, જ્યારે વિદ્યાર્થીઓ માટે માસિક સિઝન ટિકિટ 180 રૂપિયા નક્કી કરાઈ છે. આ ઉપરાંત 60 કિલોગ્રામ સુધીનો સામાન લઈ જતા નાના વેપારીઓ, ખેડૂતો તેમજ દૂધ અને શાકભાજી વિક્રેતાઓ માટે માસિક સિઝન ટિકિટ 535 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે, જેનાથી પરિવહન ખર્ચમાં બચત થશે.
સાબરમાતી-વારાણસી એક્સપ્રેસથી ત્રણ રાજ્યો વચ્ચે રેલ સંપર્ક મજબૂત:
ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલ કનેક્ટિવિટી સુધારવા માટે સાબરમાતી અને વારાણસી વચ્ચે નવી દૈનિક ટ્રેન સેવા શરૂ કરાઈ છે. આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના મુખ્ય શહેરોને જોડશે. આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, મંડાવર મહવા રોડ, ખેડલી, નદબઈ, ભરતપુર, ઈદગાહ આગ્રા જંક્શન, ટુંડલા જંક્શન, ગોવિંદપુરી, સુબેદારગંજ અને મિર્ઝાપુર સ્ટેશનો પર રોકાશે.
કાશી વિશ્વનાથ ધામના શ્રદ્ધાળુઓ મેળવશે લાભ
વારાણસી દેશનું મુખ્ય ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક નગર છે જ્યાં કાશી વિશ્વનાથ ધામ આવેલા છે. સાબરમાતી-વારાણસી એક્સપ્રેસ શરૂ થવાથી ગુજરાત અને રાજસ્થાનના શ્રદ્ધાળુઓ સીધા વારાણસી પહોંચી શકશે, જેનાથી ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
